ચાર દિવસ બાદ બનશે શક્તિશાળી ગજકેસરી યોગ, ત્રણ રાશિના જાતકોને થશે બંપર બોનાન્ઝા લાભ…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર કરવાની સમયમર્યાદા વિશે જણાવવામાં આવ્યું છે અને એ અનુસાર તમામ ગ્રહોમાં સૌથી વધુ ઝડપથી ગોચર કરતો ગ્રહ ચંદ્ર છે જે દર અઢી દિવસે પોતાની રાશિ બદલે છે અને સૌથી ધીમી ગતિએ ગોચર કરતાં ગ્રહની વાત કરીએ તો તે શનિ છે. શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવા માટે અઢી વર્ષનો સમય લાગે છે.
ચંદ્ર દર અઢી દિવસે ગોચર કરે છે જેને કારણે કોઈને કોઈ ગ્રહ સાથે તેની યુતિ થતી હોય છે. ચંદ્રની આ યુતિ અઢી દિવસ માટે જ હોય છે, એટલે તેની અસર પણ એટલો જ સમય જોવા મળે છે. ચાર દિવસ બાદ ચંદ્રની એક શક્તિશાળી ગ્રહ સાથે યુતિ થવા જઈ રહી છે જેને કારણે 2025નો પહેલો સૌથી શક્તિશાળી યોગ પણ બની રહ્યો છે.
આ પણ વાંચો: આજનું રાશિફળ (05-01-25): આ બે રાશિના જાતકોની તમામ ઈચ્છાઓ થશે પૂરી, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 9મી જાન્યુઆરીના રાતે ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરશે જ્યાં ગુરુ પહેલાંથી જ બિરાજમાન છે. આમ વૃષભ રાશિમાં ચંદ્ર અને ગુરુની યુતિ થઈને ગજકેસરી યોગ બની રહ્યો છે. આ યોગની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે, પણ કેટલીક એવી રાશિઓ છે કે જેમના પર આ યોગની વિશેષ અસર જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
કુંભ રાશિના જાતકો માટે ચાર દિવસ બાદ બની રહેલાં ગજકેસરી યોગને લાભ થઈ રહ્યો છે. તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. કામના સ્થળે માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આજે કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. અટકી પડેલાં કામ પૂરા થશે. લક્ષ્મીજીની કૃપાથી આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે. બિઝનેસનું એક્સપાન્શન થશે.
ધન રાશિના જાતકો માટે 9મી જાન્યુઆરીથી કરિયરમાં જોરદાર ઉછાળો આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. કરજ હશે તો ઉતરી જશે. સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહેશે. પાર્ટનર સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો. કારકિર્દી પર ફોકસ કરી શકો છો. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
વૃષભ રાશિમાં જ ચંદ્ર અને ગુરુની યુતિથી ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. જેને કારણે આ રાશિના જાતકોને દરેક કામમાં સફળતા મળી રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને લાભ મળી શકે છે. વરિષ્ઠ અધિકારીઓ કામને લઈને પ્રશંસા કરશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.