નેશનલ

ATM, Debit Card પરનો આ નંબર આજે જ ભૂંસી નાખો નહીંતર…RBI એ પણ આપી ચેતવણી…

આજનો જમાનો ડિજિટલ ઈન્ડિયાનો છે અને એની સાથે સાથે જ સાઈબર ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. સાઈબર ફ્રોડના કિસ્સાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તમારી એક ભૂલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તમારે તમારી બેંક એકાઉન્ટ સાથે કનેક્ટેડ દરેક બાબતને લઈને ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે. આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ પણ એટીએમ કાર્ડ પરથી નંબર દૂર કરવાની ભલામણ કરી છે. આવો જોઈએ કયો છે આ નંબર.

આ પણ વાંચો : NEET PGના કટ ઑફમાં થયો ફેરફાર, તમામ શ્રેણીઓ માટે કટઓફ ટકાવારીમાં ઘટાડો

આજના સમયમાં સાઈબર ક્રાઈમની સંખ્યામાં એટલો વધારો થઈ ગયો છે કે તમારી એક ભૂલથી એકાઉન્ટ ખાલી થઈ જશે. એટીએમ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ્સની બાબતમાં તો ખાસ સાવધાની રાખવી જોઈએ, કારણ કે આ કાર્ડ્સ સીધા બેંક એકાઉન્ટ સાથે લિંક હોય છે અને એને લઈને કરેલી એક ભૂલ તમારા ખિસ્સા માટે ભારે પડી શકે છે. આરબીઆઈ દ્વારા પણ કાર્ડ પર લખેલાં ખાસ નંબરને ભૂંસી નાખવાની કે છુપાવવાની અપીલ કરી છે.

આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એટીએમ કે ક્રેડિટ કાર્ડ પર 3 ડિજિટનો સીવીવી (CVV) નંબર હોય છે. આ નંબરને કાર્ડ વેરિફિકેશન વેલ્યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરો છો તો આ નંબર ખૂબ જ જરૂરી છે. આ નંબર વિના તમારું કાર્ડ વેરિફાઈ થાય છે. આવી સ્થિતિમાં જ્યારે તમારો સીવીવી નંબર કોઈ ફ્રોડના હાથમાં જતો રહે તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે.

આ જ કારણ છે કે આરબીઆઈએ આપેલી ચેતવણીમાં એવું પણ જણાવ્યું હતું કે તમારા કાર્ડ પર લખેલા સીવીવી નંબરને છુપાવીને રાખવું જોઈએ કે શક્ય હોય તે કોઈ જગ્યાએ લખીને તેને કાર્ડ પરથી ભૂંસી નાખો. જેથી જો ક્યારેક તમારું કાર્ડ ખોવાઈ જાય કે તો ખોટા હાથમાં જતું રહેશે તો તેનો ઉપયોગ કરીને બેંક એકાઉન્ટ ખાલી ના કરી શકે.

આ પણ વાંચો : Mahakumbh:કુંભ મેળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની બિહારથી ધરપકડ

આ ઉપરાંત તમે જ્યારે કોઈ ઓનલાઈન ફ્રોડથી બચવા માંગો છો તો તમારું કાર્ડ ગમે ત્યાં રાખવાથી બચો. આ સિવાય તમે જો કોઈ જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ કરો છો તો અનેક વખત પ્લેટફોર્મમ તમને પૂછે છે કે ભવિષ્યમાં પાસ્ટ પેમેન્ટ કરી શકાય એ માટે શું તમે તમારા કાર્ડ્સની ડિટેઈલ્સ સેવ કરીને રાખવા માંગો છો તો તમારે આવું કરવાથી પણ બચવું જોઈએ, કારણ કે જો તમે યેસ કરશો અને પ્લેટફોર્મ સેફ નહીં હોય તો તમારા કાર્ડ્સની ડિટેઈલ્સ પણ સુરક્ષિત નહીં રહે. આ જ કારણ છે કે એક્સપર્ટ્સ પણ સલાહ આપે છે ક્યાકેય ઓનલાઈન શોપિંગ કરતાં સમયે કોઈ પણ પ્લેટફોર્મ કાર્ડ્સની ડિટેઈલ્સ સેવ ના કરવી જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button