ભારતની હાર બાદ સુનીલ ગાવસ્કરે કોચિંગ સ્ટાફની ઝાટકણી કાઢી, ગંભીરે સવાલ ઉઠાવ્યા
મુંબઈ: ઓસ્ટ્રેલીયા સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારતીય ટીમને 1-3થી હાર (Indias Defeat in BGT) મળી. ન્યુઝીલેન્ડ સામે વ્હાઈટવોશ બાદ ઓસ્ટ્રેલીયા સામે ભારતીય ટીમના નબળા પ્રદર્શનને કારણે ચાહકો નિરાશ થયા છે, સોશિયલ મીડિયા પર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.
એવામાં ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) પણ રોષ વ્યક્ત કર્યો. ગાવસ્કરે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉપરાંત કોચિંગ સ્ટાફ પર ગંભીર સવાલો ઉઠાવ્યા.
આપણ વાંચો: વિરાટ કોહલી ઈજાગ્રસ્ત! બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો
તને શું કરી રહ્યા હતાં:
એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું, “તમારો કોચિંગ સ્ટાફ શું કરી રહ્યો હતો? તમારા બોલિંગ કોચ, બેટિંગ કોચ શું કરી રહ્યા છે? બેટિંગ કોચને જુઓ, ટીમ ન્યુઝીલેન્ડ સામે 46 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. તે પછીની મેચોમાં જે રીતે આપણે હારી ગયા, એ પરથી સ્પષ્ટ છે કે બેટિંગમાં કોઈ દમ ન હતો, તેથી પ્રશ્ન પૂછવો જોઈએ કે તમે શું કર્યું? સુધારો કેમ ન દેખાયો?”
આ સારું બહાનું છે:
તેમણે વધુમાં કહ્યું લે, “ઓસ્ટ્રેલીયાની બોલિંગ સારી હતી, એટલે બેટ્સમેનો સામનો કરી શક્યા ન હતા, આ સારું કારણ છે! જ્યારે સારા બોલ ફેંકાઈ છે, ત્યારે મહાન ખેલાડીઓને પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આપણ વાંચો: વિરાટ અને રોહિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ફોર્મ પરત મેળવી શકશે? જાણો શું કહે છે આંકડા
પણ સારા બોલ ન હતા પડતા ત્યારે તમે શું કર્યું? સવાલો ઉઠશે કે આપણે આને રમાડવો જોઈએ કે તેને રમાડવો જોઈએ, આપણે એ પણ પૂછવું જોઈએ કે શું આપણે આ કોચિંગ સ્ટાફને આગળ ચાલુ રાખવો જોઈએ?
કોચિંગ સ્ટાફને પણ પૂછો:
ભવિષ્યની ટેસ્ટ સિરીઝ ગાવસ્કરે કહ્યું, “આપણી પાસે ઈંગ્લેન્ડ જવા પહેલા 2-3 મહિનાનો સમય છે. હું ચેમ્પિયન્સ ટ્રોફી વિશે વાત નથી કરી રહ્યો. હું આગળની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ વિશે વાત કરી રહ્યો છું.
હું એક ટેસ્ટ મેચ પ્લેયર હતો, મને ODI ક્રિકેટ વિશે વધુ જાણકારી નથી, તેથી હું પણ પૂછવા માંગુ છું કે તમે શું કર્યું? તમે ભૂલો કેવી રીતે સુધારશો? આ થ્રોડાઉન-થ્રોડાઉન કંઈ મદદ કરતું નથી, ભાઈ. તમારે તેમની ટેકનિક બનાવવાની હતી.
જે તમે બનાવી નથી. તેમે સવાલ જરૂર પૂછો કે ખેલાડીઓએ રન કેમ ન બનાવ્યા, સાથે સાથે કોચિંગ સ્ટાફને પણ પૂછો, ભાઈ તમે શું કર્યું?