Abhishek માટે કંઈક કહેશો તો ચાલશે પણ Aishwarya માટે કંઈ પણ કહેશો તો… બિગ બીએ કેમ કહ્યું આવું?
બચ્ચન પરિવાર (Bachchan Family) કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતું જ રહે છે અને એમાં પણ 2024થી તો પરિવાર ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abishek Bachchan) વચ્ચેના સંબંધોને કારણે તો ખાસ. બચ્ચન પરિવાર ભલે અત્યારે ઐશ્વર્યાથી દૂરી બનાવીને ચાલતું હોય, પણ હંમેશાથી એવું નહોતું. એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ કહ્યું હતું કે તે પોતાના દીકરા અભિષેક માટે તો કંઈ પણ સાંભળી લેશે પણ વહુ ઐશ્વર્યા માટેની કોઈ પણ વાત કે અપમાન તેઓ બિલકુલ નહીં સાંખી લે. આવો જોઈએ શું થયું હતું અને બિગ બીએ કેમ આવું કહ્યું હતું-
સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચન પોતાની વહુ માટે ખાસ કંઈ પોસ્ટ નથી કરતાં, પરંતુ શું તમને ખબર છે કે વર્ષો પહેલાં જ્યારે તેમની વહુ ઐશ્વર્યા માટે કેટલીક વાતો લખવામાં આવી હતી અને એ સમયે બિગ બીની ધીરજનો અંત આવ્યો હતો અને તેમણે ગુસ્સામાં એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે આવી વાતો કરનારાઓની ક્લાસ લઈ નાખી હતી.
ઘટના 2010ની છે અને એ સમયે મુંબઈના એક અખબારે દાવો કર્યો હતો કે ઐશ્વર્યા પેટની ટીબી (સ્ટમક ટ્યુબરક્યુલોસીસ)ને કારણે ક્યારેય પણ પ્રેગ્નન્સી કન્સિવ નહીં કરી શકે. જ્યારે આ વાત બિગ બીને ખબર પડી તો તેમણે આ આ સમાચારને પ્રાઈવસીનું ઉલ્લંઘન ગણાવતા પોતાના બ્લોગ પર આની કડક શબ્દોમાં નિંદા કરી હતી.
બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે મને આ સમાચાર વાંચીને ખૂબ જ દુઃખ થયું. આ આર્ટિકલ એકદમ ખોટો, મનઘડંત, અસંવેદનશીલ, પાયાવિહોણો અને પત્રકારત્વનું નીચલું સ્તર જણાવ્યું હતું. પોતાના બ્લોગમાં તેમણે જણાવ્યું હતું કે હું મારા પરિવારનો મુખિયા છું અને ઐશ્વર્યા મારી વહુ નહીં પણ દીકરી છે.
આ પણ વાંચો…યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્મા ડિવોર્સ લે તો મિલકતનું વિભાજન કેવી રીતે કરશે….
બિગ બીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું હતું કે ઐશ્વર્યા અમારા પરિવારની મહિલા છે. એના વિશેની કોઈ પણ અપમાનજનક ટિપ્પણી કે વાતો નહીં સાંખી લેવામાં આવે. હું મારા છેલ્લાં શ્વાસ સુધી તેના માટે લડીશ. જો તમે અભિષેક વિશે કે મારા માટે કંઈ પણ કહેશો તો હું સાંભળી લઈશ, પણ જો તમે ઐશ્વર્યા માટે કે ઘરની મહિલાઓ માટે કંઈ પણ કહેશો તે બિલકુલ નહીં સાંભળી લેવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચને 16મી નવેમ્બર, 2011ના દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા દીકરા આરાધ્યા બચ્ચન સાથે બચ્ચન પરિવારથી દૂર પોતાના પિયરમાં રહે છે.