ઇન્ટરનેશનલ

વિદાય પહેલા જો બાઇડેને ઇઝરાયલ સાથે કરી હથિયારોની મોટી ડીલ

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેનનો કાર્યકાળ 20 જાન્યુઆરીના રોજ પૂરો થઇ રહ્યો છે. આ દિવસે નવા ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ટ્રમ્પ ઇઝરાયલ-હમાસ, રશિયા-યુક્રેન ઉપરાંત લેબનોન અને યમનના હુથી વિદ્રોહીઓ અંગે તેમની નીતિ ઘડવામાં વ્યસ્ત છે. એ સમયે જો બાઇડેને જતા જતા પણ ‘ખેલા’ કરી દીધો છે. વિશ્વ જ્યારે શાંતિ ઇચ્છી રહ્યું છે ત્યારે તેમણે ઇઝરાયલને મિસાઈલ, દારૂગોળો અને અન્ય હથિયારો આપવાની યોજના બનાવી છે.

જો બાઇડેન પદ છોડે તેના માત્ર 15 દિવસ પહેલા તેમણે યુએસ સંસદને જાણ કરી છે કે તેમણે ઇઝરાયલ સાથે 8 બિલિયન ડૉલરના શસ્ત્રોના વેચાણ માટે સંપૂર્ણ યોજના તૈયાર કરી છે. જો કે, તેમને આ યોજના પાસ કરવા માટે ગૃહ અને સેનેટ સમિતિઓની મંજૂરીની જરૂર છે. હજી તો ઑગસ્ટ મહિનામાં જ અમેરિકાએ ઇઝરાયલને 20 બિલિયન ડોલરના ફાઇટર જેટ સહિત લશ્કરી સાધનોના વેચાણને મંજૂરી આપી હતી.

એક તરફ અમેરિકા ગાઝામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યું છે તો બીજી તરફ તે બિન્દાસ ઇઝરાયલને શસ્ત્ર પુરવઠો પણ કરી રહ્યું છે અને ઇઝરાયલનું સમર્થન પણ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને જણાવ્યું છે કે ઇઝરાયલને પણ તેના નાગરિકોની સુરક્ષા કરવાનો અધિકાર છે. તેમને હમાસ, હિઝબુલ્લાહ અને હુથી જેવા ઇરાન સમર્થક સંગઠનોથી પોતાના દેશની સુરક્ષા કરવાનો હક્ક છે. બેન્જામિન નેતન્યાહુ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર જ કામ કરી રહ્યા છે ્ને અમે તેમને સમર્થન આપવાનું ચાલુ રાખીશું.

આ પણ વાંચો…ચીનમાં ફેલાય રહેલા વાયરસને પગલે સ્વાસ્થ્ય મંત્રાલય સાવધ; કહ્યું ભારત આ માટે……

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ પણ ઇઝરાયલ વિરોધી નથી, પણ તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માગે છે. તેઓ આતંકવાદી સંગઠનો સામે દબાણ લાવવાની નીતિ કરવા માગે છે. રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે પણ તેમની એ જ નીતિ છે. જ્યારે જો બાઇડેન વિશ્વમાં શસ્ત્રોનો ખડકલોૌ કરીને હિંસાને છૂટો દોર આપવા માગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button