ઉત્સવ

બાલીમાં નવા વર્ષની કલ્પનાતીત આધ્યાત્મિક ઉજવણી

હેં… ખરેખર?! -પ્રફુલ શાહ

નવા વર્ષની ઉજવણીનો થાક ઊતર્યો કે નહીં? આપણે એક-એક તહેવાર જોશભેર ઉજવીએ. નવું વર્ષ આપણું હોય કે અંગ્રેજીનું, એને પોતીકું સમજીને શોપિંગ, વેકેશન, નાચગાન, મહેફિલ અને ન જાણે શું-શું કરી લઇએ. આમ તો નવું વર્ષ હોય કે જન્મદિન, જીવનનું એક વધુ વરસ પૂરું થાય પણ આપણે એનો વિચાર કરવાને બદલે આને માણવામાં ગળાડૂબ થઇ જઇએ. આ બધા વચ્ચે ઇન્ડોનેશિયાના બાલીમાં થતી ઉજવણી એકદમ હટકે જ નહીં, અત્યંત પ્રભાવશાળી, પ્રેરક અને વિચારતા કરી મૂકે એવી છે. બાલીમાં બાલીનીઝ કેલેન્ડર પ્રમાણે શરૂ થતા નવા વર્ષ માટે શબ્દ છે નાઇપી. અંગ્રેજી સ્પેલિંગ ગુયાશ યાદ રહે કે બાલીઝ ટાપુમાં બહુમતી હિન્દુ પ્રજાની છે. આ લોકો નવા વર્ષની જે રીતે ઉજવણી કરે કે એ એકદમ શાંત, આધ્યાત્મિક અને શાતાદાયી છે. આ લોકો વર્ષારંભને આત્મ-નિરીક્ષણનો મોકો સમજે છે.

આ કારણસર નાઇપીને દિવસે નથી ફટાકડાં ફોડાતા, નથી ગીતો ગવાતા, નથી મ્યુઝિક વાગતા, નથી ડાન્સ થતા કે નથી દારૂ સાથે ખાણીપીણીની મહેફિલ યોજાતી કે નથી રજાનો ઉપયોગ કરતા ફરવા જવાનો પ્રોગ્રામ બનતો.

તો નાઇપીની ઉજવણીમાં થાય છે શું? ઉપવાસ થાય, ધ્યાન ધરાય, અને મૌન પળાય અને લાઇટ બંધ રખાય. આ બધું એકલદોકલ છે. અપવાદરૂપ માનવીઓ જ ન કરે. આખેઆખું બાલી નવા વર્ગને આ રીતે જ ઉજવે. એ દિવસે બાલીમાં સંપૂર્ણપણે લોકડાઉન હોય, રસ્તા સૂમસામ હોય, એમ્બ્યુલન્સ કે ઇમર્જન્સી માટેના પોલીસ વાહન સિવાય રસ્તા એકદમ ખાલીખમ હોય. સિનેમાઘર, ઑફિસ, કામધંધા, નોકરી, મોલ, નાટ્યમંદિર, બસ અને ટ્રેન સહિત બધે બધુ બંધ. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ એમાં આવી જાય. આ નિયમોનો ભંગ કરવાની હિંમત કોઇ સ્થાનિક તો ન જ કરે.

અને પર્યટકોએ શું કરવાનું? હોટલની રૂમની અંદર જ રહેવાનું. લાઇટ, એ રીતે કરવાની કે બહાર પ્રકાશ ન જાય. કોઇ પણ સંજોગોમાં રૂમની બહાર પગ મૂકવાની મનાઇ કોઇ ઓવરસ્માર્ટ ટૂરિસ્ટ ફિશિયારી મારે તો? બનતી ત્વરાએ બાલીમાંથી રવાના કરી દેવાય. શાંતિ, મૌન, તપ, ધ્યાન અને એકાંત વચ્ચે આત્મનિરીક્ષણ કરનારા આપણા જેવા હિન્દુ છે. પણ આપણે શું કરીએ છીએ? નિરાંતે વિચારવા અને સમજવા જેવો સવાલ છે.

આ નાઇપી ક્યારે ઉજવાય છે? મોટેભાગે એ માર્ચ કે એપ્રિલ મહિનામાં આવે. 2024મા 11મી માર્ચે ઉજવાયો હતો, તો 2025માં 29મી માર્ચે અને 2023 મા 19મી માર્ચે નાઇપી નિમિત્તે 24 કલાકનું એટલે નિયત તારીખના સતત છ વાગ્યાથી આગલા દિવસના સવારે છ વાગ્યા વચ્ચે આ અનોખી ઉજવણી થાય છે. પછી નેમ્બાક (ગલયળબફસ) અગ્નિ કે લાબુહ બ્રાઝીલ રિચ્યુઅલ થાય. આમ સૌ એકમેકને માફ કરી દે (આપણા જૈન ભાઇ-બહેનો સવંત્સરી નિમિત્તે એકમેક મિચ્છામી દુક્કડમ કરે છે એવું જ કંઇક છે ને આ?) અને નવા વર્ષને હૃદયપૂર્વક આવકારે. ત્યારબાદ ધર્મ-શાંતિની વિધિ સાથે આ દિવસની પૂર્ણાહુતિ થાય. એક રીતે તો ભારતીય ઉપખંડમાં ઉજવાતા નવા વર્ષ જેવો જ આ તહેવાર છે: આપણામાં સાલ મુબારક, મરાઠીઓમાં ગુડી પડવા, સિંધીઓમાં ચેટીચાંદ, તમિળ-ક્ધનડના ઉગાડી અને મણિપુરીઓના સાજબુ નોંગમા પાનબા. નેઇપીને સ્થાનિક ભાષામાં ‘બાલીનો મૌન દિવસ’ પણ ગણાવાય છે. સત્તર હજાર મુસ્લિમો છે પણ બાલીમાં 87 ટકા વસતિ હિન્દુઓની છે. આ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક નવ વર્ષની ઉજવણીમાં હવે આંતરરાષ્ટ્રીય પર્યટકોને પણ ઘણો રસ પડવા માંડયો છે. આવી ઉજવણીને કલ્પના બહારની બાબત સમજનારાઓ ઇન્ડોનેશિયન અથવા બાલીની ટૂર એવી રીતે પ્લાન કરે કે નાઇપીની પૂર્વ સંધ્યાએ બાલીમાં પહોંચી જાય. કાયમ દોડધામ અને ધમધમાટ વચ્ચે જીવતા લોકો માટે આ અનુભવ પણ એકદમ આકર્ષક બની રહે છે.

ઘણા નાઇપી અગાઉ અને પછી ઉજવાતા દિવસો માણવા અને એમાં સામેલ થવા માટે બાલીમાં જ ધામા નાખીને રહી જાય છે. એટલે જ બાલીનું 80 ટકા અર્થતંત્ર પર્યટનલક્ષી છે. અહીં પર્યટકોના આગમનનો અતિરેક પણ થવા માંડ્યો છે. એ જ બાલીનું મહત્ત્વ નથી દર્શાવતું?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button