નેશનલ

Mahakumbh:કુંભ મેળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની બિહારથી ધરપકડ

નવી દિલ્હી: સનાતન ધર્મમાં જેનું અનેરું મહત્વ છે તેવા મહાકુંભને હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે મહાકુંભની સુરક્ષાને લઈને પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. આ દરમિયાન મહાકુંભ મેળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જો કે પોલીસે ધમકી આપનારા યુવકની બિહારથી ધરપકડ કરી લીધી છે. આ યુવકની ઓળખ આયુષ કુમાર જયસ્વાલ તરીકે થઈ છે.

બિહારથી ધરપકડ ધમકી આપનાર યુવકની ધરપકડની પુષ્ટિ પોલીસ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસે આરોપી આયુષ જયસ્વાલની ભવાનીપુરના શહીદગંજથી ધરપકડ કરી છે. તેણે નાસર પઠાણ નામથી કુંભ મેળાને બોમ્બ ઉડાવી દેવાની ધમકી હોવાનો આરોપ છે. પોલીસ આ મામલે હજુ પણ તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે અને તપાસ બાદ જ સાચું તારણ સામે આવશે.

31 ડિસેમ્બરે આપી હતી ધમકી ઉત્તર પ્રદેશ પોલીસના જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર નાસિર પઠાણ નામથી મહા કુંભ મેળામાં બોમ્બ બ્લાસ્ટ કરીને મેળાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રયાગરાજ પોલીસે ધમકી આપનાર યુવક વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પ્રયાગરાજથી આવેલી પોલીસ ટીમના અધિકારીઓએ ભવાનીપુર પોલીસની મદદથી શનિવારે શહીદગંજમાં દરોડો પાડ્યો અને આરોપીની ધરપકડ કરી અને તેને પોતાની સાથે ઉત્તર પ્રદેશ લઈ ગયા.

Also read:મહાકુંભમાં આ વખતે થશે એકતાનો મહાયજ્ઞ: PM Modiએ કુંભના મહત્ત્વ અંગે કરી મોટી વાત

પૂર્ણિયા એસપીએ આપી વિગતો આ અંગે પૂર્ણિયાના એસપી કાર્તિકેય કુમારે જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં બોમ્બ બ્લાસ્ટ કરીને મેળાને ઉડાવી દેવાની ધમકી આપવા બદલ યુપી પોલીસે આયુષ જયસ્વાલની ધરપકડ કરી છે. યુપી પોલીસે તેની સામે નકલી આઈડી બનાવીને કુંભ મેળાને ઉડાવી દેવાની ધમકી આપવા બદલ કેસ નોંધ્યો હતો. ધરપકડ કરાયેલા આયુષ કુમાર જયસ્વાલ અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ કરવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button