નેશનલ

MP: ઘરેથી ન્યુ યર પાર્ટી કરવા નીકળેલા ચાર યુવકોની સેપ્ટિક ટાંકીમાંથી મળી લાશ!

ભોપાલ: મધ્ય પ્રદેશના સિંગરોલી જિલ્લામાં એક સનસનાટી ફેલાવી તેવી ઘટના બની છે. અહી એક સેપ્ટિક ટાંકીમાંથી ચાર યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનાની તપાસ રીવા રેન્જના ડીઆઈજી સાકેત પાંડેએ સંભાળી છે. હાલ પોલીસે સેપ્ટિક ટાંકીમાંથી મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

સેપ્ટિક ટાંકીમાંથી મળ્યા ચાર લોકોના મૃતદેહ સમગ્ર ઘટના સિંગરૌલી જિલ્લાની બની હતી. શનિવારે હિન્ડાલ્કો પ્લાન્ટના ગેટ નંબર 3 પાસે એક ઘરની પાછળ બનેલી સેપ્ટિક ટાંકીમાંથી દુર્ગંધ આવી રહી હતી. તે અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસે સ્થળ પર પહોંચીને સેપ્ટિક ટાંકી ખોલી તો અંદર ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે જેસીબીની મદદથી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

હરિપ્રસાદ પ્રજાપતિના ઘરની પાછળ સેપ્ટિક ટાંકીમાંથી ચાર યુવકોના મૃતદેહો મળી આવ્યા છે. ચાર મૃતક પૈકીનો એક સુરેશ હરિપ્રસાદ પ્રજાપતિનો પુત્ર છે. અન્ય એક યુવકનું નામ કરણ છે, જ્યારે બાકીના 2 તેના મિત્રો છે. જણાવવામાં આવી રહ્યું છે કે 1 જાન્યુઆરીએ સુરેશ ક્યાંક ફરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ શનિવારે તેની લાશ સેપ્ટિક ટાંકીમાંથી મળી આવી હતી. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.

Also read: ભોપાલ પાસે ખેતરમાં સેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ

સુરેશ પ્રજાપતિ 1 જાન્યુઆરીએ કેટલાક મિત્રો સાથે પાર્ટીમાં આવ્યો હતો. પરંતુ શનિવારે યુવક ઘરે પહોંચ્યો ન હતો. આથી યુવકની માતાએ તેના સંબંધીને તપાસ માટે મોકલ્યા હતા, હતો. જ્યારે ઘરની અંદર જોયું તો ઘર બહારથી બંધ હતું, પરંતુ પાછળનો દરવાજો ખુલ્લો હતો. સેપ્ટિક ટાંકીમાંથી ખૂબ જ ગંધ આવી રહી હતી. ત્યારબાદ સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button