ગુજરાત સરકારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાં પારદર્શિતા લાવવા લીધું આ પગલું
અમદાવાદ : ગુજરાતમાં પીએમજેવાય(PMJAY) યોજના હેઠળ સર્જાયેલા ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જેમાં સરકારે થોડા સમય પૂર્વે હોસ્પિટલ માટે એસઓપી જાહેર કરી હતી. જ્યારે સરકારે આ યોજના હેઠળ ગેરરીતિ અટકે અને પારદર્શિતા વધે તે માટે પ્રયાસ હાથ ધર્યા છે. જેના ભાગરૂપે સરકારે હવે ફોન નંબર જાહેર કર્યો છે. જેમાં યોજનાની સેવાઓમાં દર્દીને કોઈ તકલીફ હોય તો વોટ્સએપ નંબર પર ફરિયાદ કરી શકશે. જેની માટે દર્દીઓએ “92277 23005” નંબર પર જાણ કરવાની રહેશે.
નવી એસઓપી જાહેર કરવામાં આવી આ પૂર્વે રાજ્ય સરકારે ગેરરીતિ, ગુનાહિત પ્રવૃતિને કોઇપણ અવકાશ ન રહે તે તમામ મુદ્દા ધ્યાનમાં રાખીને નવી એસઓપી તૈયાર કરી છે. જેમાં આ યોજના હેઠળ એમ્પેનલ્ડ હોસ્પિટલમાં થતી કાર્ડિયોલોજી, રેડિયોલોજી અને નિયોનેટલ પ્રોસિઝર માટેની નવી એસઓપી(માર્ગદર્શિકા) જાહેર કરવામાં આવી છે.
Also read: PMJAYમાં ખોટા ઓપરેશન કરતા હો તો ચેતી જજો, સરકારે કર્યો આ બદલાવ
18 કરોડનો દંડ પણ વસુલવામાં આવ્યો જ્યારે ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોને કારણે વર્ષ 2024માં અત્યાર સુધીમાં કુલ 14 થી વધુ હોસ્પિટલો સામે ગેરરીતિ બદલ સસ્પેન્ડ, ડિએમ્પેન્લ્ડ અને પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં રૂપિયા 18 કરોડનો દંડ પણ વસુલવામાં આવ્યો છે.