Kiara Advaniને હોસ્પિટલમાં દાખલ નથી કરાઈ? જાણો ટીમે શું કહ્યું…
બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani)ને લઈને આજે એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે એક્ટ્રેસની તબિયત ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પરંતુ હવે એક્ટ્રેસ અને ટીમે આ બાબતે સ્પષ્ટતા કરી છે.
આવો જોઈએ શું કહ્યું ટીમ અને એક્ટ્રેસે આ બાબતે-
શનિવારે સવારે એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે કિયારા અડવાણીની તબિયત બગડતાં તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એક્ટ્રેસ આજે પોતાની આગામી ફિલ્મ ગેમ ચેન્જર (Game Changer)ના ટ્રેલર અને પ્રેસમીટમાં સામેલ થવાની હતી. જોકે, તે ઈવેન્ટમાં પહોંચી શકી નહીં અને એનું કારણ કિયારાના હોસ્પિટલાઈઝેશન ગણવામાં આવ્યું હતું. હવે એક્ટ્રેસની ટીમે આ પાછળની હકીકત જણાવી છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર કિયારાને હોસ્પિટલમાં દાખલ નથી કરવામાં આવી. એક્ટ્રેસને થાકને કારણે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે તે સતત કામ કરી રહ્યા છે. ગેમ ચેન્જરમાં કિયારા અડવાણી અને રામ ચરણની રોમેન્ટિક જોડી જોવા મળે છે. એક મિનીટથી પણ વધુ લાંબા ટીઝરમાં રામ ચરણનો એક્શન અવતાર અને કિયાર સાથે રોમેન્સ કરતો જોવા મળે છે.
Also read: કિયારા અડવાણીની તબિયત બગડી, હૉસ્પિટલમાં થઇ ભરતી
વાત કરીએ ફિલ્મની સ્ટોરીની તો આ ફિલ્મની સ્ટોરી રાજકારણ પર આધારિત છે અને એક આઈએએસ અધિકારીની સ્ટોરી પર ફોકસ્ડ છે. આ ફિલ્મ 10મી જાન્યુઆરીના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. કિયાની પર્સનલ લાઈફની વાત કરીએ તો 2023માં સાતમી ફેબ્રુઆરીના કિયારાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. બંને જણ ફિલ્મ શેરશાહની શૂટિંગ સમયે એકબીજાની નજીક આવ્યા હતા અને બસ બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું.