બોટાદમાં અતુલ સુભાષ જેવી ઘટના, પત્નીનો ત્રાસ એટલો વધ્યો કે પતિએ….
અમદાવાદઃ બોટાદમાં અતુલ સુભાષ કેસ જેવી ઘટના સામે આવી હતી. પત્નીના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલી પતિએ આપઘાત કર્યો હતો. પતિએ આ પગલું ભરતા પહેલા વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે મૃત્યુ બાદ પાઠ ભણાવજો તેમ કહ્યું હતું. પોલીસ દ્વારા આ જાણકરી આપવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો
બોટાદના ઝમરાળા ગામે મજૂરી કામ કરતા સુરેશ સાથળિયાને પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હોય તેની પત્ની જયાબેન વારંવાર સાસરે ચાલ્યા જતા હતા. થોડા દિવસો પહેલા પણ આવી ઘટના બનવા પામી હતી અને ઝઘડો કરી જયાબેન તેમના પિયર નવાગામ ચાલ્યા ગયા હતા. સુરેશભાઈ સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓને સાસરે પાછું આવવું નથી તેવું કહી તેના પતિ અને ચાર બાળકોને તરછોડી દીધા હોવાના કારણે સુરેશભાઈને માનસિક આઘાત લાગ્યો હતો. જેથી તેમણે 30 ડિસેમ્બર, 2024ના રોજ ગળાફાસો ખાઇ લીધો હતો.
Also read: અતુલ સુભાષની પત્ની રૂપિયા 22 લાખમાં ડિવોર્સ માટે સમંત થઈ હતી પણ…
અંતિમ પગલું ભરતા પહેલા તેમણે વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તેમણે આત્મહત્યા કરી રહ્યા છે. તેમજ તેમના મોત માટે તેમની પત્ની જવાબદાર છે. તેમજ તેના પર કાર્યવાહી કરવામાં આવે તેવું કહી રહ્યાં હોવાનું જણાવી પોસ્ટ કર્યો હતો. મૃતકે વીડિયોમાં તેણે મને છેતર્યોછે, જેથી જિંદગીભર સબક દેજો તેવો પણ ઉલ્લેખ પણ કર્યો હતો. મૃતકના પિતાએ પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
શું છે અતુલ સુભાષ કેસ
ડિસેમ્બર 2024માં સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષે તેની પત્ની અને સાસરિયાઓના ત્રાસને કારણે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા સુભાષે સુસાઈડ નોટ અને વીડિયોમાં અનેક આરોપો લગાવ્યા હતા. સુભાષે તેની સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો હતો કે દેશમાં પુરુષો માટે કોઈ કાયદા નથી. આ મામલે નેટીઝનોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતી અને તેની પત્ની અને ભાઈની ધરપકડ કરવામાં આવી હતી.