કચ્છમાં ચાર દિવસમાં Earthquake નો બીજો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા
અમદાવાદ : ગુજરાતના કચ્છમાં સતત ભૂકંપના(Earthquake)આંચકા અનુભવાઇ રહ્યા છે. જેમાં નેશનલ સિસ્મોલોજિકલ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર સાંજે 4:37 વાગ્યે 3.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. મીડિયા એજન્સી મુજબ ભૂકંપનું કેન્દ્ર કચ્છના દુધઈ નજીક હોવાનું કહેવાય છે. આ અગાઉ 01 જાન્યુઆરીના રોજ પણ કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં કોઈ જાનહા થઈ ન હતી. ભૂકંપ સવારે 10.24 કલાકે નોંધાયો હતો.તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં સ્થિત હતું.
ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્થક્વેક રિસર્ચ (ISR)અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં ભચાઉની આસપાસ ભૂકંપની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. 23 ડિસેમ્બર 2024ના રોજ કચ્છ જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને 7 ડિસેમ્બરે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 18 નવેમ્બર 2024ના રોજ કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 15 નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગુજરાત ભૂકંપની દૃષ્ટિએ હાઇ રિસ્ક ઝોન છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડેટા અનુસાર, છેલ્લા 200 વર્ષમાં ગુજરાતમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે.
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.
Also read: કચ્છમાં ભૂકંપઃ અનેક તાલુકામાં અનુભવાયો ભૂકંપનો આંચકો
રિકટર સ્કેલ મદદથી ભૂકંપ તીવ્રતા મપાય છે રિકટર સ્કેલ મદદથી ભૂકંપ તીવ્રતા મપાય છે રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.