Ajmer Sharif Dargah : પીએમ મોદીએ અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી, ઓવૈસી કર્યો આ કટાક્ષ
નવી દિલ્હી : રાજસ્થાનમાં આવેલી અજમેર શરીફની દરગાહ(Ajmer Sharif Dargah)પર ચાદર ચઢાવવાની અનોખી આસ્થા છે. જેમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહના ઉર્સ પર ચાદર મોકલી હતી. જેને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ લાવ્યા હતા. જોકે, હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસીએ કટાક્ષ કરતાં કહ્યું કે એક તરફ પીએમ મોદી દરગાહ માટે ચાદર મોકલી રહ્યા છે અને બીજી તરફ તેઓ ખોદકામ કરાવી રહ્યા છે.
આ પણ વાંચો: જે Ajmer Sharif Dargah પર પીએમ મોદી દર વર્ષે ચાદર મોકલે છે; ત્યાં મંદિર હોવાના દાવો કોણે કયો?
સરકારનું પ્લેસ ઓફ વર્શીપ એક્ટ પર કોઈ સ્ટેન્ડ નહિ
અસદુદ્દીન ઓવૈસીએ એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેવો અમારા ઘાની સારવાર એવી રીતે કરી રહ્યા છે જેમાં ઘા પર મલમ લગાવવા માટે કાંટાની અણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ભાજપ સરકાર પ્રહાર કરતાં અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, સરકારનું પ્લેસ ઓફ વર્શીપ એક્ટ મુદ્દે કોઈ સ્ટેન્ડ નથી. તમે ચાદર ચઢાવો છો કારણ કે તમે માનો છો કે ત્યાં દરગાહ છે, પરંતુ તમારા ચાહકો કહે છે કે ત્યાં દરગાહ નથી.આને રોકવાની જરૂર છે.
ચાદર મોકલીને કંઈ થવાનું નથી : ઓવૈસી
ઓવૈસીએ વધુમાં કહ્યું કે, ભાજપ, સંઘ પરિવાર અને દેશભરમાં તેમના સંગઠનો કોર્ટમાં જઈને માંગ કરી રહ્યા છે કે ખોદકામ અહીં કરવું જોઈએ. તેઓ કહી રહ્યા છે કે આ મસ્જિદ નથી, આ દરગાહ નથી. પ્રધાન મંત્રી ઈચ્છે તો આ બધું બંધ થઈ શકે છે. છેલ્લા દસ વર્ષથી ભાજપની સરકાર છે અને નરેન્દ્ર મોદી પ્રધાન મંત્રી છે. મસ્જિદો અને દરગાહ જેવા 7 થી વધુ મુદ્દા ઉત્તર પ્રદેશના છે. જ્યાં ભાજપ સત્તામાં છે અને જ્યાંથી પ્રધાન મંત્રી સાંસદ છે. ચાદર મોકલીને કંઈ થવાનું નથી. તેના દ્વારા કઇક સંદેશ પણ આવવો જોઇએ.
જ્યારે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ‘ઉર્સ’ પર અજમેર દરગાહ ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મોકલવામાં આવેલી ચાદર ચઢાવી હતી.
પ્રધાન મંત્રીને આ વખતે ચાદર ન મોકલવા વિનંતી કરી હતી
ઉલ્લેખનીય છે કે અજમેર શરીફ દરગાહ પર વિવાદ નવેમ્બર 2024માં શરૂ થયો. જ્યારે અજમેરની અદાલતે દરગાહ શિવ મંદિર પર બાંધવામાં આવી હોવાનો દાવો કરતી અરજી સ્વીકારી અને અજમેર દરગાહ સમિતિ, લઘુમતી બાબતોના મંત્રાલય અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને નોટિસ પાઠવી. આ અરજી દાખલ કરનાર હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ વપ્રધાન મંત્રીને આ વખતે ચાદર ન મોકલવા વિનંતી કરી હતી.