દાદીના મર્યા પહેલાં લખપતિ કેવી રીતે બની શકાય? જાણો પાકિસ્તાનીઓએ કોને પૂછ્યો આ સવાલ
દુનિયાનું લોકપ્રિય અને પાવરફૂલ સર્ચ એન્જિન એટલે ગૂગલ. આપણે કોઈ પણ સવાલનો જવાબ મેળવવા માટે ગૂગલબાબાને શરણે પહોંચી જઈએ છીએ. બ્રેકઅપનું દુઃખ હોય કે ક્રિકેટનો લાઈવ સ્કોર જોવાનું હોય કે કોઈ વિચિત્ર કહી શકાય એવા તમામ સવાલોના જવાબ માટે ગૂગલ છે. પરંતુ આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં લોકોએ ગૂગલ પર શું-શું સર્ચ કર્યું છે એ જાણો છો? પાકિસ્તાનીઓએ ગૂગલને જે જે સવાલો કર્યા છે એ જાણીને તમે પણ તારું હસવાનું નહીં રોકી શકો. ચાલો જોઈએ ગૂગલ પર પાકિસ્તાનીઓએ શું-શું સર્ચ કર્યું છે એ- પાકિસ્તાનીઓએ ગૂગલને પૂછેલા 10 મહત્ત્વના સવાલોની યાદી અહીં આપવામાં આવી છે.
વર્લ્ડકપ લાઈવ કેવી રીતે જોઈ શકાય?
પાકિસ્તાનીઓનો ક્રિકેટ માટેનો પ્રેમ ખૂબ જ જાણીતો છે અને વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટ દરમિયાન લાઈવ સ્ટ્રિમિંગની શોધમાં હોય છે. પાકિસ્તાનીઓ પણ કંઈક આવા જ મૂડમાં હતા. દાદીના મરવા પહેલાં કઈ રીતે લાખો કમાવી શકાય? આ સવાલ વાંચીને તમને પણ હસવું આવી ગયું ને? પાકિસ્તાનમાં પણ આ સવાલ ચર્ચાનું કારણ બન્યું છે અને લોકો આ અજીબોગરીબ સવાલને લઈને ઈન્ટરનેટ પર મજાક ઉડાવી હતી.
જૂની કામ કઈ રીતે ખરીદશો? જૂની સેકન્ડહેન્ડ કાર ખરીદવામાં પણ પાકિસ્તાનીઓ કૂબ જ ઈન્ટ્રેસ્ટેડ છે. બાકી લોકોની જેમ પાકિસ્તાનીઓ પણ સસ્તી અને સારી ક્વોલિટીની કાર ખરીદવા માટે ગૂગલ પાસે મદદ માંગી રહ્યા હતા. પીસી પર યુટ્યૂબના વીડિયો કઈ રીતે ડાઉનલોડ કરી શકાય? જી હા, આપણી જેમ જ પાકિસ્તાનીઓ પણ યુટ્યૂબ પરથી વીડિયો ડાઉનલોડ કરવાનું પસંદ કરે છે. પાકિસ્તાનમાં પણ આ ટ્રેન્ડ વધી રહ્યો છે અને એટલે જ પાકિસ્તાનીઓએ ગૂગલ કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે યુટ્યૂબ પરથી વીડિયો કઈ રીતે ડાઉનલોડ કરી શકાય એવો સવાલ કર્યો હતો.
Also read: ગૂગલને મોટો ફટકો: અમેરિકાની કોર્ટે ગૂગલને મોનોપોલિસ્ટ ગણાવ્યું, જાણો શું છે મામલો
રોકાણ કર્યા વિના કઈ રીતે કમાણી કરી શકાય? છે ને એકદમ માઈન્ડ બ્લોઈંગ સવાલ? પાકિસ્તાનીઓ રોકાણ વિના કઈ રીતે વધારે કમાણી કરી શકાય એના વિવિધ રસ્તાઓ શોધી રહ્યા છે. મતદાન કેન્દ્રની કઈ રીતે શોધવું? પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન પાકિસ્તાની નાગરિકો પોલિંગ સ્ટેશનની માહિતી મેળવવા માટે ગૂગલ પરથી આ સવાલ સૌથી વધુ સર્ચ કર્યો હતો. આ સવાલો પણ પૂછ્યા પાકિસ્તાનીઓએ ગૂગલને- આ ઉપરાંત પાકિસ્તાનીઓએ ગૂગલ પર ફૂલોને કઈ રીતે લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકાય, ઘૂંટણની ઈજા બાદ કસરત કઈ રીતે શરૂ કરી શકાય, નાના બાળકોને શેયરિંગ કઈ રીતે શિખવાડી શકાય, પેન્ટ પર લાગેલા ઘાસના દાગ-ધબ્બા કઈ રીતે દૂર કરી શકાય જેવા વિવિધ સવાલો પૂછ્યા હતા.
આઈ એમ શ્યોર પાકિસ્તાનીઓના આ ઈન્ટરેસ્ટિંગ અને માઈન્ડ બ્લોઈંગ સવાલ વાંચીને તમારું હસવાનું નહીં જ રોકી શક્યા હોવ. પાકિસ્તાનીઓની આવી જ અજીબોગરીબ અને રમૂજી લાગતી હરકતોને કારણે ચર્ચામાં રહે છે.