આમચી મુંબઈ

અંધેરીથી પકડાયેલા મોબાઈલ ચોરો પાસેથી 120 ફોન મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
અંધેરી પરિસરમાંથી બે મોબાઈલ ચોરને પકડી પાડ્યા બાદ પોલીસે ચોરીના મોબાઈલ ખરીદનારાને પણ તાબામાં લીધો હતો. આરોપીઓ પાસેથી 120 મોબાઈલ ફોન હસ્તગત કરવામાં પોલીસને સફળતા મળી હતી.

અંધેરી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ પ્રસાદ સીતારામ ગુરવ (31), વિકેશ ઓમપ્રકાશ ઉપાધ્યાય (27) અને રવિ બાબુ વાઘેલા (34) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચો: પુણેના મ્યુઝિકલ કોન્સર્ટમાંથી 36 મોબાઈલ ચોરાયા: ચારની ધરપકડ…

પોલીસના જણાવ્યા મુજબ 31 ડિસેમ્બરે અંધેરી પૂર્વના સહાર રોડ પરના આગરકર ચોક પાસેથી ફરિયાદી મહિલા મોબાઈલ પર વાત કરતી ચાલતી જતી હતી. તે જ સમયે બાઈક પર આવેલા બન્ને શખસ મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. આ પ્રકરણે અંધેરી પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં.

ફૂટેજ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસે અંધેરી પૂર્વના માલપાડોંગરી પરિસરમાંથી ગુરવ અને ઉપાધ્યાયને પકડી પાડ્યા હતા. ચોરેલો મોબાઈલ વાઘેલાને વેચ્યો હોવાની કબૂલાત આરોપીએ કરતાં તેને પણ તાબામાં લેવાયો હતો. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 9.18 લાખ રૂપિયાના 120 મોબાઈલ ફોન હસ્તગત કરવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button