સ્પેશિયલ ફિચર્સ

Health tips: રસ્તા પર દેખાતા પીળા ફૂલ આ રોગો માટે છે સંજીવની

આપણી મોટાભાગની વનસ્પતિઓ ગૂણકારી છે અને તેના એક યા બીજા ફાયદા છે. કમનસીબે આપણી જાણમાં હોતું નથી અને જે રોગથી પીડાતા હોઈએ તેની દવા હાથવગી હોવા છતાં મોંઘીદાટ સારવાર લેવા ડોક્ટરોને ત્યાં આંટા મારીએ છીએ. આવી જ એક વનસ્પતિ છે સત્યનાશી. અંગ્રેજીમાં તેને Argemone mexicana અથવા તો સામાન્ય ભાષામાં prickly poppy કહેવામાં આવે છે.

રસ્તા પર ઉગતી આ વનસ્પતિ વિશે આપણે ઓછું જાણીએ છીએ, પરંતુ તેના આરોગ્યને ઘણા ફાયદા છે અને અમુક બીમારીમાં તે અક્સિર સાબિત થાય છે. તો ચાલો જાણીએ સત્યનાશીના ફુલ અને છોડના ફાયદા

આ પણ વાંચો: લોહી શુદ્ધ કરનાર અને વધારનાર વનસ્પતિઓ

પેશાબમાં બળતરા થાય તો…

પેશાબમાં બળતરાની સમસ્યા ઘણાને સતાવે છે. ખાણી-પીણીમાં તીખા-તેલવાળા પદાર્થો ખાવામાં આવે, પાણી ઓછું પીવાય અથવા તો ખૂબ જ દવાઓ ખાવાથી પેશાબમાં બળતરા થવી અથવા પેશાબ ન આવવો કે ઓછો આવવો વગેરે સમસ્યાઓમાં આ પીળા ફૂલ ઘણા કામ આવી શકે છે. સત્યનાશીના ફૂલને સૂકવી તેનો પાવડર બનાવી પીવાથી પેશાબની સમસ્યામાં રાહત મળશે.

સોજો ચડી જાય તો

શરીરના કોઈપણ ભાગમાં સોજો ચડી જાય તો સત્યનાશીના પાનની પેસ્ટ બનાવી તે ભાગ પર લગાવવાથી સોજો ઉતરી જાય છે. આ પાનમાં એન્ટિ ઈન્ફેલમેટરી ગૂણ હોય છે.

શરદી-કફમાં આપશે રાહત

સત્યનાશીના મૂળિયા પણ હીતકારી છે. મૂળિયાને સુકાવી તેનું ચૂર્ણ બનાવી દિવસમાં બે વાર લેવાથી કફ છુટ્ટો પડી જાય છે અને બહાર નીકળી જાય છે, જેથી શરદી જેમને વારંવાર થતી હોય તેમણે આ પ્રયોગ કરવા જેવો છે.

જળોદરની સમસ્યામાં ગૂણકારી

જળોદરની સમસ્યા ઘણાને સતાવે છે. પેટ ફૂલી જાય છે અને પેટમાં પાણી જમા થઈ જાય છે. આ માટે સત્યનાશીના ફૂલ, પાન અને મૂળિયાને સૂકાવી તેને પાણીમાં ઉકાળીને ખાલી પેટ પીવાથી જળોદરની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.

ત્વચાને પણ કરે છે ફાયદો

ત્વચા પર સત્યનાશીના પત્તાની પેસ્ટ લગાવવાથી ફોલ્લી-ખિલથી રાહત મળે છે. આ સાથે ખંજવાળ અને ચામડી લાલ થવાની સમસ્યાથી પીડાતા લોકોએ પણ આ પેસ્ટ લગાવવી જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button