શું તમે માનશો? પાણીપુરી વેચનારની કમાણી 40 લાખની! GST વિભાગે નોટિસ આપ્યાનો દાવો
ચેન્નાઈ: તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તમિલનાડુમાં એક પાણીપુરી વેચનારને GST વિભાગ તરફથી 40 લાખ રૂપિયાની નોટિસ મળી છે. એક સાદો પાણીપુરીનો સ્ટોલ માલિક વાર્ષિક 40 લાખ રૂપિયા કમાતો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે વિક્રેતાને આ રકમ વર્ષ 2023-24માં ઓનલાઈન પેમેન્ટ દ્વારા પ્રાપ્ત થઈ હતી.
GST વિભાગને કઈ રીતે થઈ જાણ?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચાર અનુસાર GST વિભાગે આ નોટિસ ફોનપે અને રેઝરપે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પરથી મળેલા ડેટાના આધારે જારી કરી છે. આ રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું છે કે આ પાણીપુરી વેચનારને વર્ષ 2021-22, 2022-23 અને 2023-24માં કુલ 40,11,019 રૂપિયાની ઓનલાઈન પેમેન્ટ મળ્યું હતું.
શું કહેવામાં આવ્યું છે નોટિસમાં?
આ પાણીપુરી વેચનારને 2023-24માં 40 લાખ રૂપિયાની ઓનલાઈન પેમેન્ટ મળતા નોટિસ મોકલવામાં આવી છે. જેની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ છે. તામિલનાડુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ અને સેન્ટ્રલ GST એક્ટની કલમ 70ની જોગવાઈઓ હેઠળ જારી કરાયેલા 17 ડિસેમ્બર, 2024ના સમન્સ મુજબ, પાણીપુરી વેચનારને રૂબરૂ હાજર રહેવા અને દસ્તાવેજો રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
Also read: જીએસટીની આવકમાં દસ ટકાનો વધારો
પ્રોફેસર કરતાં વધુની આવક આ નોટિસ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યાં કેટલાક યુઝર્સને એ વાતનું આશ્ચર્ય છે કે પાણીપુરી વેચનાર આટલી મોટી રકમ કેવી રીતે કમાઈ શકે છે તો બીજી તરફ કેટલાક યુઝર્સ સરકારના આ પગલાને યોગ્ય ઠેરવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક પ્રોફેસરે કહ્યું કે આ રકમ ઘણી મેડિકલ કોલેજોના પ્રોફેસરોના પગાર કરતાં પણ વધુ છે.