અમદાવાદીઓ ભયમાં? આટલા લોકોએ કરી હથિયાર મેળવવા અરજી

અમદાવાદ: વર્ષ 2024ના અંતમાં અમદાવાદમાં સળંગ ગુનાની ઘટનાઓ બની હતી. આ ઘટનાઓને અમદાવાદ શહેર પોલીસ અને કાયદો વયસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઉભા થયા હતા. જો કે બાદમાં પોલીસે ક્રાઇમની ઘટનાઓને પગલે એક બેઠક કરીને માસ્ટર પ્લાન ઘડ્યો હતો. જો કે આ દરમિયાન શહેર પોલીસ કમિશનરની કચેરીને અગાઉના વર્ષો કરતાં 2024ના વર્ષે હથિયાર માટેના લાઇસન્સ મેળવવાની અરજીઓમાં વધારો જોવા મળ્યો છે.
2022-23 માં કેટલી અરજીઓ મળી હતી?
વર્ષ 2022 માં હથિયારના લાયસન્સ માટે કમિશનર કચેરી ખાતે 216 અરજીઓ કરવામાં આવી હતી, જેમાં 118 વ્યક્તિઓને લાઇસન્સ આપવામાં આવ્યા હતા, જ્યારે 80 અરજીઓને ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદના વર્ષે અરજીની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો અને કુલ 191 અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી 77 મંજૂર કરવામાં આવી હતી અને 80 અરજીઓને ફગાવી દેવામાં આવી હતી.
વર્ષ 2024માં નોંધપાત્ર વધારો
જ્યારે વર્ષ 2024 માં હથિયારોના લાયસન્સ માટેની અરજીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ વર્ષે 259 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જ્યારે તે પૈકીની અરજીઓમાંથી 71 લાઇસન્સ મંજૂર કરવામાં આવ્યા છે, 79 અરજીઓને ફગાવી દેવામાં આવી છે. તેમ છતાં પોલીસ પાસે 109 જેટલી અરજીઓ વિચારાધીન છે.
આ પણ વાંચો…ગુજરાતમાં દ્વારકા અને પ્રાંતિજ નજીક અકસ્માતની ઘટના; સુરતથી ઉદયપુર જતી બસનું ટાયર ફાટતા આગ…
કયા હથિયાર માટે વધુ અરજી?
વળી અહી એ ખાસ નોંધવા જેવુ પણ ખરું કે હથિયારોના લાઇસન્સ માટે જે અરજી કરવામાં આવે છે તેમાં પણ અમુક નિશ્ચિત હથિયાર માટેની વધુ અરજીઓ મળી છે. વર્ષ 2022માં, કુલ 216 અરજીઓ કરવામાં આવી હતી. જેમાંથી 63 અરજીઓ ગન માટે હતી. જ્યારે અન્ય 153 અરજીઓ રિવોલ્વર, પિસ્તોલ અને રાઈફલ માટેની હતી. વર્ષ 2023માં મળેલી 191 અરજીઓમાંથી 55 અરજીઓ ગન માટેની હતી. જ્યારે અન્ય 136 અરજીઓ રિવોલ્વર, પિસ્તોલ અને રાઈફલ માટેની હતી. વર્ષ 2024માં 34 અરજીઓ ગન માટેની હતી. જ્યારે 161 અરજીઓ રિવોલ્વર, પિસ્તોલ અને રાઈફલ માટેની હતી.