ડિવોર્સ નથી થઇ રહ્યા, અભિષેક-ઐશ્વર્યા સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરીને મુંબઈ પરત ફર્યા…
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના અલગ થવાની અફવાઓ ઘણા સમયથી મીડિયા વર્તુળોમાં ફેલાઈ રહી છે. બંનેના અણબનાવના સમાચાર પર બચ્ચન પરિવારે હંમેશા મૌન સેવ્યું છે તો ઐશ્વર્યાએ પણ તેની ચુપકીદી તોડી નથી.
આ પણ વાંચો : Aishwarya Rai-Bachchan અને Shweta Bachchan વચ્ચેના સંબંધો સુધરી ગયા, જોઈ લો ફોટો…
દરમિયાન, અભિષેક અને ઐશ્વર્યાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને કપલના ફેન્સના હૈયા આનંદથી ઝુમી ઉઠ્યા છે. છૂટાછેડાની તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકાઇ જાય એવા સમાચારમાં અભિનેતા-દંપતી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન મુંબઈ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા છે. તેમની સાથે તેમની વહાલી આરાધ્યા બચ્ચન પણ હતી. આ વીડિયો 4 જાન્યુઆરીની સવારે મુંબઈ એરપોર્ટનો હોવાનું કહેવાય છે જેમાં કપલ તેમની પુત્રી આરાધ્યા સાથે બહાર આવતા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બચ્ચન પરિવાર નવું વર્ષ સેલિબ્રેટ કરીને મુંબઈ પરત ફર્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર એક પાપારાઝો દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં, અભિષેક બચ્ચન એરપોર્ટની બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. ઐશ્વર્યા અને આરાધ્યા તેની પાછળ ચાલી રહ્યા હતા. જ્યારે તેઓ કાર પાસે પહોંચ્યા ત્યારે પાપારાઝીઓએ અભિષેક અને ઐશ્વર્યાની સાથે તસવીરો લેવા માટે રોકાવા કહ્યું, પણ… જોકે, ઐશ્વર્યાએ બધાને નવા વર્ષની શુભેક્છા આપી હતી.
ઐશ્વર્યા- અભિષેક અને આરાધ્યા ત્રણે કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. અભિષેકે ગ્રે કલરની હૂડી બ્લેક પેન્ટ સાથે સ્ટાઇલ કરી હતી. તેણે વ્હાઇટ શુઝ, બ્લેક વોચ અને ચશ્મા સાથે લુકને સ્ટાયલિશ ઓપ આપ્યો હતો.
ઐશ્વર્યા એઝ યુઝઅલ તેના એરપોર્ટ ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી. તેણે બ્લેક કલરની વ્હાઇટ ફ્લાવર પ્રિન્ટેડ હૂડી સાથે બ્લેક ટાઇટ્સનું કોમ્બિનેશન કર્યું હતું અને વાળ છૂટ્ટા રાખ્યા હતા.
આરાધ્યાની વાત કરીએ તો તેણે બ્લ્યુ રંગની હુડી પહેરી હતી જેના પર ફ્રેંચ શબ્દ Amour લખ્યો હતો, જેનો અર્થ પ્રેમ થાય છે. તેણે ગ્રે ટ્રેક પેન્ટ સાથે હુડી સ્ટાઇલ કર્યું હતું અને વાળને ખુલ્લા રાખ્યા હતા. તેના મોઢા પર માતા-પિતા સાથે હોવાની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી હતી. વીડિયોમાં અભિષેક કાર પાસે બંનેની રાહ જોતો જોઈ શકાય છે. તેની પત્ની અને પુત્રી બેઠા પછી તે કારની આગળની સીટ પર બેસીને નીકળી જાય છે.
ગયા વર્ષથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઉડી રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બંને અલગ અલગ જોવા મળ્યા ત્યારથી આ ચર્ચાને વધુ વેગ મળ્યો હતો. જો કે, હવે એવું લાગે છે કે આ આઉટિંગ્સ દ્વારા, અભિષેક અને ઐશ્વર્યા તેમના અલગ થવાના સમાચાર પર બ્રેક લગાવી રહ્યા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિષેક છેલ્લે શૂજિત સરકારની ‘આઈ વોન્ટ ટુ ટોક’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ગયા વર્ષે 22 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અભિષેક હવે ‘હાઉસફુલ 5’ માં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ફરદીન ખાન, જેકલીન ફર્નાન્ડીઝ, નરગીસ ફખરી, સંજય દત્ત, જેકી શ્રોફ, ચંકી પાંડે, જોની લીવર અને શ્રેયસ તલપડે સાથે જોવા મળશે. તરુણ મનસુખાની દ્વારા નિર્દેશિત આ કોમેડી ફિલ્મમાં ડીનો મોરિયા, ચિત્રાંગદા સિંહ, રંજીત, સૌંદર્ય શર્મા અને નિકિતિન ધીર પણ છે. હાઉસફુલ 5 આ વર્ષે 6 જૂને રિલીઝ થવાની છે.
આ પણ વાંચો : સુપરહીટ મૈને પ્યાર કીયાની સુમન બનવાની હતી આ હીરોઈન, પણ હાઈટ નડી ગઈ ને…
ઐશ્વર્યા છેલ્લે મણિરત્નમની ‘પોનીયિન સેલ્વનઃ II’માં જોવા મળી હતી. ત્યાર બાદ તેના કોઇ પ્રોજેક્ટ હજી સુધી જાહેર થયા નથી.