નવી દિલ્હી: દેશના વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક અને પરમાણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ વડા ડૉ. રાજગોપાલ ચિદમ્બરમનું (R Chidambaram) શનિવારે સવારે અવસાન થયું હતું. છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, તેઓએ આજે 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમણે 1975 અને 1998ના પરમાણુ પરીક્ષણોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો : શું ચીનમાં ફેલાઇ રહ્યો છે HMPV વાયરસ, જાણો.. ભારતને કેટલો ખતરો ?
પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી સન્માનિત
તેમણે પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ અને ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી. ડૉ. આર. ચિદમ્બરમને 1975માં પદ્મશ્રી અને 1999માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ચિદમ્બરમ એવા કેટલાક વૈજ્ઞાનિકોમાંના એક હતા જેમણે 1974 અને 1998માં ભારતના બંને પરમાણુ પરીક્ષણોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
અમેરિકા સાથેના નાગરિક પરમાણુ કરારમાં ભૂમિકા
ડૉ. ચિદમ્બરમ અમેરિકા સાથેના નાગરિક પરમાણુ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં પણ નજીકથી સંકળાયેલા હતા. વૈજ્ઞાનિક તરીકેની તેમની કારકિર્દીમાં ડૉ. ચિદમ્બરમે ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (BARC)ના નિયામક, અણુ ઉર્જા આયોગ (AEC)ના અધ્યક્ષ અને અણુ ઉર્જા વિભાગ (DAE)ના સચિવ તરીકેની સેવા આપી હતી. તેઓ 1994-95 દરમિયાન ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ હતા.
આ પણ વાંચો : ચીનની ‘નાપાક’ હરકતઃ નવી કાઉન્ટીની જાહેરાત મુદ્દે ભારતનો ‘વિરોધ’
મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકેના તેમના કાર્યકાળમાં ભારતની સાયબર સુરક્ષા અને હાર્ડવેર સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગળ વધારવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. નવીન ટેકનોલોજી, સોસાયટી ફોર ઈલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન્સ એન્ડ સિક્યોરિટી (SETS) દ્વારા ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવનાર ગ્રામીણ ટેક્નોલોજી એક્શન ગ્રુપ (RuTAG) જેવી પહેલ શરૂ કરવામાં આવી હતી. નેશનલ નોલેજ નેટવર્ક (NKN) દેશભરની શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓને ‘ઍક્સેસ ટુ નોલેજ’ સાથેના મુદ્દાઓને સંબોધિત કરવા માટે જોડનારી પહેલ તેમના કાર્યકાળમાં શરૂ થઈ હતી.