નવી દિલ્હી: હાલના યુગને ઈન્ટરનેટનો યુગ કહેવામાં આવે છે, તેના અનેક ફાયદાઓ છે પણ સાથે જ તેના અનેક ગેરફાયદાઓ પણ છે. તેમાં સૌથી વધુ મહત્વનું છે તેની બાળકો પર થતી અસરો. પરંતુ કેન્દ્ર સરકાર એવા નિયમો લાવવાની તૈયારી કરી રહી છે, જેના અમલ બાદ બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવતા પહેલા તેમના માતાપિતાની મંજૂરી લેવી પડશે. સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનના બહુપ્રતિક્ષિત નિયમોનો મુસદ્દો જારી કર્યો છે.
આ પણ વાંચો : ચીનની ‘નાપાક’ હરકતઃ નવી કાઉન્ટીની જાહેરાત મુદ્દે ભારતનો ‘વિરોધ’
અશ્વિની વૈષ્ણવે X પર કરી પોસ્ટ
કેન્દ્ર સરકારે આ નિયમોને લાગુ કરવા માટે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટનો મુસદ્દો જાહેર કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રાફ્ટ હેઠળ ઉલ્લેખિત નિયમોને અંતિમ નિયમો બનાવવા માટે 18 ફેબ્રુઆરી પછી વિચારણા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ લખીને DPDP નિયમોના ડ્રાફ્ટ અંગે લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. ચાલો જાણીએ કે DPDPના ડ્રાફ્ટમાં શું છે.
બાળકોને લાગુ પડશે આ નિયમ
આ ડ્રાફ્ટ અનુસાર હવે કોઈપણ કંપની સરકારની મંજૂરી વિના ભારતીય યુઝર્સના કોઈપણ ડેટાને દેશની બહાર લઈ જઈ શકશે નહિ. આ નવા નિયમો લાગુ થયા બાદ હવે જો કોઈ બાળક પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા માંગે છે તો તેણે તેના માટે પહેલા તેના માતા-પિતાની મંજૂરી લેવી પડશે. આ નિયમને યોગ્ય રીતે લાગુ કરવા માટે ડેટા પ્રોટેક્શન બોર્ડની સ્થાપના પર પણ વિચારણા કરવામાં આવી રહી છે અને તે ડિજિટલ ઓફિસની જેમ કામ કરશે.
ડેટા સાથેની ગેરરીતિઓ પણ આવશે સામે
સરકારના આ મુસદ્દા અનુસાર સરકાર આ નવા નિયમો લાગુ કરશે કે તરત જ ડેટા સાથે કરવામાં આવી રહેલી ગેરરીતિઓ પણ સામે આવશે. એકવાર આ ડ્રાફ્ટની અમલવારી થશે ત્યારબાદ કોઈપણને મળેલી નોટિસ, કન્સેટ મેનેજરની નોંધણી, બાળકોના વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા વગેરે અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો : Arvind Kejriwal નો પીએમ મોદી પર વળતો પ્રહાર, કહી આ વાત
કોઈ શિક્ષાત્મક કાર્યવાહીનો ઉલ્લેખ નથી
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) નિયમોની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં નિયમોના ઉલ્લંઘન પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહીનો ઉલ્લેખ નથી. સરકારે ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે અને આ અંગે લોકોનો અભિપ્રાય માંગ્યો છે, જેના આધારે અંતિમ નિર્ણય 18 ફેબ્રુઆરી 2025 પછી લેવામાં આવશે.