ઇમ્ફાલ : મણિપુરમાં વર્ષ 2025 શાંતિપૂર્ણ પસાર થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. જેમાં આજે વર્ષની શરૂઆતમાં ફરી એક વાર હિંસા ભડકી (Manipur Violence)છે. કુકી બળવાખોરો ઘાટીના કાંગપોકપી શહેરમાં પ્રવેશ્યા છે. તેમજ શહેરમાં જિલ્લા કલેક્ટરનીઓફિસ પર પણ હુમલો કર્યો છે. આ અથડામણમાં મણિપુર પોલીસના એસપી ઘાયલ થયા હતા. હિંસાને કારણે કાંગપોકપી જિલ્લામાં સ્થિતિ વધુ વણસી છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલા બાદ સ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે.
આ પણ વાંચો : બીડમાં એક સમુદાયના અધિકારીઓ વહીવટીતંત્ર પર પ્રભુત્વ ધરાવે છે: ભાજપના વિધાનસભ્યનો દાવો
બે દિવસ પહેલા ઇમ્ફાલના ગામમાં આતંકવાદી હુમલો
કાંગપોકપી જિલ્લામાં કુકી અને અન્ય આદિવાસી સમુદાયોનું વર્ચસ્વ છે. આ વિસ્તારમાં અગાઉ પણ હિંસાની ઘટનાઓ બની ચૂકી છે. બે દિવસ પહેલા મણિપુરના પશ્ચિમ ઇમ્ફાલના એક ગામમાં આતંકવાદી હુમલાના અહેવાલ હતા. મણિપુરના કડાંગબંદ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓએ વહેલી સવારે હુમલો કર્યો હતો.
સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા
તેઓએ કાંગપોકપી જિલ્લામાં એક પહાડીની ટોચ પરથી અત્યાધુનિક હથિયારોથી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પશ્ચિમ ઇમ્ફાલના કડાંગબંદ વિસ્તારમાં સવારે 1 વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ બોમ્બ ફેંક્યા હતા. જોકે, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાના સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય ના 2023-24ના વાર્ષિક અહેવાલ મુજબ, 2023 માં ઉત્તર-પૂર્વ ભારતમાં બનેલી હિંસક ઘટનાઓમાં 77 ટકા હિસ્સો મણિપુરનો હતો. વર્ષ 2023 માં ઉત્તરપૂર્વમાં 243 હિંસક ઘટનાઓ નોંધાઈ હતી. જેમાંથી 187 મણિપુરની હતી. કેન્દ્ર સરકારે 2023 માં મણિપુરને રાહત શિબિરો ચલાવવા અને રાજ્યમાંકાયદો અને વ્યવસ્થાની કટોકટીથી પ્રભાવિત લોકોના પુનર્વસન માટે 247.26 કરોડ રૂપિયાની મદદ કરી હતી.
આ પણ વાંચો : ચંદન ગુપ્તા હત્યા કેસઃ 28 આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, જાણો શું હતી ઘટના?
હિંસાની ઘટનાઓમાં ઘટાડો થયો
ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં 3 મે 2023 થી સતત હિંસા ભડકી રહી છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યની જનતાની માફી માંગી છે. તેમણે દાવો કર્યો હતો કે મણિપુરના પહાડી અને સરહદી જિલ્લાઓમાં કેન્દ્રીય દળોની તૈનાતી બાદ હિંસાની ઘટનાઓમાં ઘટાડો થયો છે.
625 લોકોની ધરપકડ કરવામાં આવી
બિરેન સિંહે કહ્યું, મણિપુરમાં શાંતિ પાછી લાવવામાં આવી રહી છે. ચર્ચા જ ઉકેલ છે જેની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી ચુકી છે. રાજ્યના શસ્ત્રાગારમાંથી લૂંટાયેલા લગભગ 6,000 શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકોમાંથી 3,000થી વધુ શસ્ત્રો મળી આવ્યા હતા. જ્યારે 625 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કુલ 12,247 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.