સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા આગામી પેઢીને હિન્દુ સંસ્કૃતિ અને વારસાથી અવગત કરાવોઃ કુબેર ડિંડોરે કરી હાકલ
ખોવાયેલો વારસો ફરી મેળવવાનું સપનું આગામી પેઢીની આંખોમાં પણ જીવંત રહેવું જોઈએ
પાવાગઢઃ પંચમહાલ જિલ્લાના વડાતળાવ, પાવાગઢ-ચાંપાનેર ખાતે પંચમહોત્સવના રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કુબેર ડિંડોરે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, મોગલ આક્રમણખોરો અને બહારના લોકોએ ભૂતકાળમાં હિન્દુ સંસ્કૃતિ પર હુમલા કર્યા હતા.
વિધર્મીઓએ આ વિસ્તાર પર હુમલા કર્યા હતા અને મોગલોએ 13 થી 17 મી સદી સુધી શાસન કર્યુ હતું. બાબરથી લઈ ઔરંગઝેબ સુધી, આ મોગલ આક્રમણખોરોએ સનાતન હિન્દુ સાંસ્કૃતિક વારસાને નાશ કરવાની કોશિશ કરી. પરંતુ આપણી હિન્દુ સંસ્કૃતિ હજુ જીવિત છે.
ડિંડોરે સનાતન ધર્મની દ્રઢતાનું ઉદાહરણ આપતાં જણાવ્યું, સોમનાથ મંદિરને સાત વખત તોડવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં હજુ પણ હિન્દુ સંસ્કૃતિના પ્રતીક તરીકે અડિખમ ઉભું છે.
આપણ વાંચો: પંચમહાલમાં અધિકારીનું ‘સ્ટિંગ ઓપરેશન’: વેશપલટો કરીને સરકારી વિભાગોની ખોલી પોલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના લુપ્ત થઈ રહેલા વારસાને ફરી જીવંત કરવાનું કામ શરૂ કર્યું છે. તેના પરિણામે આજે આપણે પાવાગઢ પર મહાકાળી મંદિર ઉપર ધ્વજા ફરકારવી શકીએ છીએ. 500 વર્ષ બાદ આમ થયું છે.
જૂન 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાળી મંદિર પર પારંપરિક ધ્વજા ફરકાવી હતી. જેને 500 વર્ષ બાદ આ સ્થળ પર સ્થિત દરગાહના રખેવાળની સહમતિથી સ્થળાંતર કરવામાં આવી હતી.
ડિંડોરે જણાવ્યું, નવું મંદિર 121 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને મંદિર ટ્રસ્ટના નાણાકીય સહયોગથી પાવાગઢ મંદિર અને આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આગામી પેઢી ગૌરવશાળી હિન્દુ સંસ્કૃતિ અને વારસાથી અવગત રહી શકે તે માટે આ સ્થાનને સંરક્ષિત અને વિકસિત કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે એમ પણ કહ્યું, વિધર્મીઓ દ્વારા આને નાશ કરવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ આપણી સંસ્કૃતિ અને વારસો અજય રહ્યો.
આગામી પેઢીને ખબર હોવી જોઈએ કે વિધર્મીઓએ હિન્દુ સંસ્કૃતિને કેવી રીતે નાશ કરવાની કોશિશ કરી હતી. આપણે જે ગુમાવ્યું છે તેને ફરી પ્રાપ્ત કરવાનું છે તે યાદ રાખવું જોઈએ. આપણે દેશને એક સમયે વિશ્વ ગુરુ માનવામાં આવતો હતો. આજે આપણે તે ખોવાયેલા વારસાને ફરી પ્રાપ્ત કરી રહ્યા છીએ.
આપણ વાંચો: જય હો: પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 બની દેશની સર્વશ્રેષ્ઠ સુશાસનવાળી પંચાયત
કુબેર ડિંડોરે કહ્યું, કોર્ટના હસ્તક્ષેપ બાદ હિન્દુઓ રામ મંદિરને પુનઃ પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા. આપણે આગામી પેઢીને ઈતિહાસ અંગે જણાવવું જોઈએ, જેથી ખોવાયેલો વારસો ફરી મેળવવાનું સપનું તેમની આંખોમાં પણ રહે. વર્તમાનમાં આપણે વિવિધ સંપ્રદાયોમાં વિભાજીત છીએ. જો એકજૂથ થઈને રહીશું તો ફરી તેને પ્રાપ્ત કરી શકીશું.