નવી દિલ્હી : ભારત અને ચીન(China)વચ્ચે એલએસી મુદ્દે સધાઈ રહેલા સમાધાન વચ્ચે ચીનનો લાલચી ચહેરો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ચીને લદ્દાખના કેટલાક વિસ્તારો પર દાવો કર્યો છે. જોકે, આ ભારતે ચીનને લાલ આંખ બતાવી છે.વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે ભારતીય સીમામાં ચીનના ગેરકાયદે કબજાને સ્વીકાર કરવામાં આવશે
નહિ.
આ પણ વાંચો : Arvind Kejriwal નો પીએમ મોદી પર વળતો પ્રહાર, કહી આ વાત
ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનો હિસ્સો
આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીને તેના હોટન પ્રાંતમાં બે નવા કાઉન્ટીની જાહેરાત કરી છે જે લદ્દાખનો હિસ્સો છે.આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે પ્રેસમાં જણાવ્યું હતું કે, “અમે ચીનના હોટન પ્રાંતમાં બે નવી કાઉન્ટીઓની સ્થાપના અંગેની જાહેરાત જોઈ છે. આ કહેવાતી કાઉન્ટીઓના અધિકારક્ષેત્રના ભાગો ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ નો ભાગ છે.
ભારતે આ મુદ્દે ચીન વિરુદ્ધ ગંભીર વિરોધ નોંધાવ્યો
જયસ્વાલે કહ્યું કે ભારટે લદ્દાખમાં ભારતીય ક્ષેત્ર પર ચીનના ગેરકાયદે કબજાને ક્યારેય સ્વીકાર્યો નથી. રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, નવી કાઉન્ટીની રચનાથી આ ક્ષેત્રમાં આપણા સાર્વભૌમત્વને લગતા ભારતના લાંબા ગાળાના અને સાતત્યપૂર્ણ વલણને અસર થશે નહીં તેમજ ચીનના ગેરકાયદે અને બળજબરીપૂર્વકના કબજાને કાયદેસરતા મળશે નહિ. ભારતે આ મુદ્દે ચીન વિરુદ્ધ ગંભીર વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચો : હું પણ શીશ મહલ બનાવી શકતો હતો પણ…… દિલ્હી રેલીમાં આ શું બોલ્યા પીએમ મોદી
બ્રહ્મપુત્રા નદી પર ડેમથી ભારતની ચિંતા વધી
આ ઉપરાંત ચીન બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા થ્રી ગોર્જ ડેમથી ત્રણ ગણો મોટો ડેમ બનાવવા જઈ રહ્યું છે.જે ભારત માટે ચિંતાનું નવું અને મોટું કારણ બનવા જઈ રહ્યું છે. બ્રહ્મપુત્રા નદી જે ચીનના સ્વાયત્ત તિબેટ પ્રાંતમાં માનસરોવર સરોવર પાસે ચેમાયુંગડુંગ ગ્લેશિયરમાંથી નીકળે છે. તેને ચીનમાં યાર્લુંગ ત્સાંગપો કહેવામાં આવે છે. ચીને આ નદી પર ઘણા મોટા ડેમ બનાવ્યા છે. હવે વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.