Amreli નકલી લેટરકાંડમાં યુવતીના જામીન મંજૂર, પાટીદાર સમાજ ખુશીનો માહોલ…
અમદાવાદ : ગુજરાતના અમરેલીના(Amreli)બહુચર્ચિત નકલી લેટર કાંડમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીના સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમરેલીમાં તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરીયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે મામલે કિશોર કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો : અમરેલીમાં પાટીદાર દિકરીનાં માનવ અધિકાર હનન મામલે રાજકોટમાં કૂર્મી સેનાએ આવેદન પત્ર પાઠવ્યું
પાટીદાર યુવતીનું પોલીસે સરઘસ કાઠયું
જેના પગલે પોલીસે સમગ્ર કેસની તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત ચાર લોકોની ધરપકડ કરીને પૂછતાછ હાથ ધરી હતી. જોકે, આ સમગ્ર કેસમાં વિવાદ ત્યારે વકર્યો જ્યારે ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીનું પોલીસે સરઘસ કાઠયું હતું. જેની બાદ પાટીદાર સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.જેનો અનેક સ્થળોએ વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
પોલીસ તંત્ર રાજકીય દબાણમાં
આ કેસમાં યુવતીના વકીલ સંદીપ પંડ્યાએ કોર્ટમાં દલીલ કરી હતી કે, રાત્રે 12 વાગ્યે એક યુવતીને ઘરમાંથી દબોચી લેવામાં આવે છે. આ કયા પ્રકારનું પોલીસ તંત્ર છે? પોલીસ તંત્રએ રાજકીય દબાણમાં કામ કરી માર માર્યો તેમજ કોર્ટમાં રિમાન્ડ માંગ્યા હતા. બાદમાં ગત રોજ 169 નો રિપોર્ટ ફાઇલ કરીને એવું કહેવામાં આવે છે કે.આ યુવતી વિરુધ ગુનો નથી બનતો.
આ પણ વાંચો : લેટરકાંડઃ હર્ષ સંઘવી કેમ તાબડતોડ આવ્યાં અમરેલી? પરેશ ધાનાણીનો સળગતો સવાલ
પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ
જોકે, આ કેસમાં આજે સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમ્યાન કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા હતા. સેશન્સ કોર્ટે પંદર હજારના બોન્ડ પર પાયલ ગોટીના જામીન મંજૂર કર્યા હતા. આ ચુકાદા બાદ પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.જોકે, આ કેસમાં શનિવારે પણ કોર્ટમાં સુનાવણી યોજવવાની છે.