મહારાષ્ટ્ર

શોકિંગઃ પાલઘરમાં ડિલિવરી વખતે 31 વર્ષની મહિલાનું હાર્ટ એટેકથી મોત, બાળકનું મૃત્યુ

પાલઘર: મહારાષ્ટ્રના આદિવાસી બહુમતી ધરાવતા પાલઘર જિલ્લાની એક હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન 31 વર્ષની મહિલાનું મૃત્યુ થયું હોવાનું એક અધિકારીએ આજે જણાવ્યું હતું.

વિક્રમગઢ તાલુકાના ગલટારે ગામમાં બનાવ બન્યો હતો. કુંતા વૈભવ પડવલેને પ્રસુતિની પીડા ઉપડતા મંગળવારે રાત્રે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ત્યાર બાદ નવ માસની ગર્ભવતી મહિલાને જવ્હારની સરકાર સંચાલિત પતંગશાહ કોટેજ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. જોકે, ડિલિવરી દરમિયાન તેનું મોત થયું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો: આકસ્મિક રીતે પતિની દવા ખાઈ લેતા મહિલાનું મૃત્યુ, તપાસમાં જાણવા મળ્યું કે….

જવ્હાર હોસ્પિટલના તબીબી અધિક્ષક ભરત મહાલેએ જણાવ્યું હતું કે આદિવાસી મહિલાને ડિલિવરી દરમિયાન તેને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. ડોક્ટરોએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકને બચાવી નહોતું શકાયું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

અહીં એ જણાવવાનું કે છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં નાની ઉંમરના લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે. અમુક કિસ્સામાં જિમમાં કસરત કરતા કે પછી રમતના મેદાનમાં રમતી વખતે પણ સગીર વયના લોકોના મોત થાય છે. અમુક લોકોનું લગ્ન યા પાર્ટી કરતા પણ હાર્ટ એટેકથી મોત થવાને કારણે આરોગ્ય પ્રશાસન માટે ચિંતાનો વિષય બન્યો છે.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button