નેશનલ

ઇન્ડિયા ગઠબંધનની નાગપૂરમાં યોજાનારી સભા મૂલતવી

મુંબઇ: ભાજપ અને મોદી સરકારના વિરોધમાં વિરોધિઓએ ભેગા થઇને ઇન્ડિયા ગઠબંધન (I.N.D.I.A. Alliance) બનાવ્યું છે. જોકે હવે ઇન્ડિયા ગઠબંધને તેમની નાગપૂરમાં યોજાનારી પહેલી જાહેર સભાની તારીખ મૂલતવી રાખી છે. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થનાર હોવાથી સભાની તારીખ પાછળ ધકેલી હોવાની જાણકારી સત્તાવાર સૂત્રોમાંથી મળી રહી છે.

વિપક્ષોના ઇન્ડિયા ગઠબંધનની બેઠક હાલમાં જ મુંબાઇમાં યોજાઇ હતી. ત્યાર બાદ નાગપૂરમાં જાહેર સભાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી કોંગ્રેસના વરિષ્ઠોએ આ સભાની તારીખ આગળ લઇ જવાની રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નાગપૂરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું હેડ ઓફિસ હોવાથી કેન્દ્ર સરકારના વિરોધમાં રણશિંગૂ ફૂંકવા માટે ઇન્ડિયા ગઠબંધન દ્વારા સભા માટે નાગપૂરને પસંદ કરવામાં આવ્યું હતું. આ સભામાં અનેક મોટા નેતાઓ ભાગ લેશે. આવનારા સમયમાં બેઠકોની વહેંચણી અને સભાઓ દ્વારા ઇન્ડિયા ગઠબંધન તેની એકતા બતાવશે.


આવતા વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સત્તાધારી ભાજપનો પરાજય કરવા માટે આખા દેશના મોદી વિરોધી અને ભાજપ વિરોધી લોકો ભેગા થયા છે. એનીએ સામે એક થઇને લડવા માટે ઇન્ડિયા ગઠબંધન યોજાનાઓ બાનીવી રહ્યું છે. એનડીએનો ઘેરાવો કરવા વિરોધી પક્ષના નેતાઓ ભેગા થઇને કામ કરી રહ્યાં છે. વિરોધીઓની આ એકતા સંસદના એધિવેશનમાં પણ જોવા મળી હતી.


ઇન્ડિયા ગઠબંધને અગાઉ પટના, બેંગલુરુ અન મુંબઇમાં ત્રણ બેઠકો યોજી હતી. ત્યારે બાદ ઇન્ડિયા ગઠબંધન દ્વારા તેની પહેલી સભાનું મહારાષ્ટ્રના નાગપૂરમાં આયોજન કરવામાં આવનાર હતું. જોકે મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી હવે આ સભાની તારીખ મૂલતવી રાખવામાં આવી હોવાની જાણકારી સત્તાવાર સૂત્રોમાંથી મળી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button