ચંદન ગુપ્તા હત્યા કેસઃ 28 આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, જાણો શું હતી ઘટના?
યુપીના કાસગંજમાં બનેલા કિસ્સાની અતથી ઈતિ જાણી લો
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના કાસગંજમાં ચંદન ગુપ્તા હત્યાકાંડમાં દોષિ જાહેર કરવામાં આવેલા 28 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. તેમજ 50 હજાર રૂપિયાનો દંડ પણ કોર્ટે ફટકાર્યો હતો. એનઆઈએની સ્પેશિયલ કોર્ટે 28 આરોપીઓને દોષિ જાહેર કર્યા હતા, જ્યારે નસરુદ્દી અને અસીમ કુરૈશીને લોકોને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા હતા. અઝીઝુદ્દીન નામના આરોપીનું સુનવાણી દરમિયાન મૃત્યુ થયું હતું.
100થી વધુ લોકોની થઈ હતી ધરપકડ
પોલીસે આ મામલે મુખ્ય આરોપી વસીમ, નસીમ, સલીમ સહિત 100થી વધુ લોકોની ધરપકડ કરી હતી. જોકે અનેક લોકોને બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા. ચંદનના પિતાએ આશરે 6 વર્ષ સુધી લડાઈ લડી હતી.
આ પહેલા આરોપી દ્વરા હાઇ કોર્ટમાં એનઆઇએ કોર્ટની માન્યતા અને સુનાવણી પર રોક લગાવવા અરજી કરી હતી. જેને અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેંચે નકારી હતી. હાઇ કોર્ટે અરજી નકાર્યા બાદ ગુરુવારે લખનઉની એનઆઈએ સ્પેશિયલ કોર્ટે 28 આરોપીઓને દોષિ જાહેર કર્યા હતા.
આપણ વાંચો: લખનઉ હત્યાકાંડ મુદ્દે હિંદુ મહાસભાએ આપી પ્રતિક્રિયાઃ પરિવારને જીવતે જીવ ન્યાય ન મળ્યો પણ…
ચંદન ગુપ્તાના ભાઈએ શું કહ્યું?
આરોપીઓને સજા ફટકારવામાં આવ્યા બાદ ચંદન ગુપ્તાના ભાઈ વિવેક ગુપ્તાએ કહ્યું, મારા ભાઈની હત્યા થઈ હતી અને આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અમે વકીલો, હાઇ કોર્ટનો આભાર માનીએ છીએ. મુખ્ય આરોપીને ફાંસીને તથા છોડી મૂકવામાં આવેલા બે આરોપીને સજા થાય તેવી માંગ કરીએ છીએ.
શું છે મામલો
ઉત્તર પ્રદેશના કાસગંજમાં 26 જાન્યુઆરી 2018ના રોજ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે ચંદન ગુપ્તા તેના ભાઈ વિવેક ગુપ્તા તથા અન્ય સાથીઓ સાથે હતો.
તિરંગા યાત્રા કાસગંજના તહસીલ રોડ સ્થિત જીજીઆઈસી ગેટ પર પહોંચી ત્યારે સલીમ, વસીમ, નસીમ તથા અન્ય લોકોએ રસ્તો રોક્યો હતો. જેને લઈ ચંદન તરફથી યાત્રા રોકવા અંગે સવાલ પૂછવામાં આવતા મામલો વણસ્યો હતો. આરોપીઓ દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: જયંતી ભાનુશાલી હત્યાકાંડમાં વધુ એક આરોપી જામીનમુક્ત…
યાત્રામાં સામેલ લોકો પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય આરોપીઓ પૈકીના એક સલીમે ચંદન ગુપ્તા પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઘટના બાદ ચંદનના ભાઈ તથા અન્ય સાથી તેમને કાસગંજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાંથી તરત જ તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે ગોળી વાગવાથી વધુ પડતું લોહી વહી જવાના કારણે ચંદનનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ શહેરમાં હુલ્લડ ફાટી નીકળ્યા હતા. સ્થિતિ નિયંત્રણમાં ન આવતાં તંત્રએ ઇન્ટરનેટ સેવા બંધ કરવી પડી હતી.
ક્યા આરોપીને દોષિ જાહેર કરવામાં આવ્યા
આસિફ કુરેશી ઉર્ફે હિટલર
અસલમ કુરેશી
અસીમ કુરેશી
શબાબ
સાકિબ
મુનાજિર રફી
આમિર રફી
સલીમ
વસીમ
બબલૂ
અકરમ
તૌફીક
મોહસિન
રાહત
સલમાન
આસિફ
આસિફ જિમવાલા
નિશુ
વાસિફ
ઇમરાન
શમશાદ
જફર
શાકિર
ખાલિદ પરવેઝ
ફૈઝાન
ઈમરાન
શાકિર
જાહિદ ઉર્ફે જગ્ગા