Anand Mahindraએ મા-દીકરાનો વીડિયો શેર કરીને અનોખા અંદાજમાં આપી ન્યુયરની શુભેચ્છા…
ભારતના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Aanda Mahindra) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આનંદ મહિન્દ્રા અવારનવાર પોતાના એક્સ એકાઉન્ટ પરથી ઈન્સ્પાઈરિંગ ફોટો, વીડિયો કે શેર કરતાં રહે છે અને તેમની આ પોસ્ટ ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જતી હોય છે.
હવે પરી એક વખત આનંદ મહિન્દ્રા પોતાની પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં તેઓ ખાસ અંદાજમાં પોતાના ફોલોવર્સને નવા વર્ષની શુભેચ્છા આપી છે. આવો જોઈએ શું ખાસ છે આ પોસ્ટમાં-
આનંદ મહિન્દ્રાએ પોતાના એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક મા-દીકરાનો હાર્ટ ટચિંગ વીડિયો છે. ક્લિપમાં એક મહિલા પોતાના ઘરની સાફ-સફાઈ કરી રહી છે અને બાજુમાં રમી રહેલાં બાળકને તેનું પહેલું ડગલું ભરતાં જુએ છે, જે દુનિયાની કદાચ મોટામાં મોટી ખુશી છે.
આપણ વાંચો: આનંદ મહિન્દ્રાએ મહિલા આર્મી ઓફિસરને કંઇક આવી રીતે બિરદાવી…..
એક્સ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલા આ શોર્ટ વીડિયોને આનંદ મહિન્દ્રાએ રીટ્વિટ કર્યો છે અને તેની મદદથી તેમણે પોતાના શક્તિશાળી નવા વર્ષનો સંદેશ ગણાવ્યો હતો. મહિન્દ્રાએ જણાવ્યું હતું આ નવું વર્ષ શરૂ કરવાની રીત છે. બાળકના નાના નાના પગલાં આપણા નવા સંકલ્પને પૂરા કરવાની દિશામાં પહેલું પગલું…
નેટિઝન્સ પણ આનંદ મહિન્દ્રાના આ વિચારો અને શબ્દોથી સહેમત થઈ રહ્યા છે, જેમાં બાળકોના નાના પણ મહત્ત્વના મીલના પથ્થરો અને વ્યક્તિગત લક્ષ્યની દિશામાં સતત પ્રગતિ કરવાના મહત્ત્વની વચ્ચે સમાનતા જણાવી છે.
જોકે, આ પહેલી વખત નથી કે આનંદ મહિન્દ્રાએ આ રીતે સાવ સિમ્પલ ઉદાહરણથી મોટી મોટી વાતો સમજાવી હોય, એ પહેલાં પણ તેમણે આવું કર્યું છે અને લોકો તેમની વાતોથી ઈન્સ્પાયર પણ થતાં હોય છે.
તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો-