સુરત

સુરતમાં મંદિર બહાર વૃદ્ધાનો કારે લીધો ભોગઃ ફરાર કારચાલક ઝડપાયો

સુરત: દિવસે દિવસે રોડ જ નહીં, પરંતુ સ્ટ્રીટમાં પણ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. તાજેતરમાં સુરતમાં મંદિર બહાર ભિક્ષા માગનારી વૃદ્ધ મહિલાને કારે કચડી નાખી હતી. વેસુ વિસ્તારમાં એક મંદિરની બહાર ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં એક કારચાલકે કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભિક્ષુક વૃદ્ધાને કચડી નાખતા મોત થયું હતું.

વૃદ્ધાને અડફેટે લેતી કાર છેક મંદિરના ગેટ સુધી ઘૂસી આવી હતી. જો કે અકસ્માત સર્જાયા બાદ વૃદ્ધ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાને બદલે કારચાલક ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાના સીસીટીવી પણ વાઈરલ થયા હતા.

કાશી વિશ્વનાથ મંદિરની બહાર અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના વેસુ વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની બહાર અકસ્માતની ગંભીર ઘટના સર્જાય હતી, જેમાં એક કારચાલકે મંદિરની બહાર મહિલા ભિક્ષુકને કચડી નાખ્યા હતા.

આપણ વાંચો: શહેરોમાં ‘રોડ અકસ્માતો’માં થઈ રહેલા વધારા માટે કારણો શું, જાણો ચોંકાવનારા તારણો?

કારને પાર્ક કરી વખતે કારચાલકે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધું હોય તે રીતે 80 વર્ષીય ભિક્ષુક ગંગાબાને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

આ ઘટના ગુરુવારે સવારે 9.54 કલાકે બની હતી. વયોવૃદ્ધ ગંગાબા મંદિરના દરવાજે બેઠા હતા ત્યારે અચાનક એક કારે તેમને કચડી નાખતા મંદિરના દરવાજા સાથે અથડાઈ હતી.

અકસ્માત બાદ નજીકમાં હાજર લોકો તરત જ ગંગાબાને બહાર કાઢ્યા હતા. જો કે આ દરમિયાન કાર લક ઘાયલ વૃદ્ધાને હોસ્પિટલ લઈ જવાને બદલે ત્યાંથી નાસી છૂટયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આપણ વાંચો: હાડ થિજાવતી ઠંડી વચ્ચે કચ્છમાં અલગ અલગ અકસ્માતોમાં પાંચ લોકોનાં મોત

ફરાર આરોપી ઝડપાયો

આ અંગે સુરતના વેસુ પોલીસે સ્ટેશને તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરી છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર કાર ચાલકથી બ્રેકની બદલે એક્સિલિટર દબાઈ જતા અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં ભિક્ષુક ગંગાબેનનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન આરોપી પ્રકાશ અગ્રવાલ CA હોવાનું સામે આવ્યું છે. પોલીસે વિવિધ કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button