આમચી મુંબઈમહારાષ્ટ્ર

FDI આકર્ષવામાં મહારાષ્ટ્ર અગ્રેસર, જાણો કોણે કર્યો આ દાવો

મુંબઇઃ એક તરફ વિદેશી રોકાણમાં ગુજરાત આગળ હોવાના અને મહારાષ્ટ્રમાં આવનારા મોટા મોટા પ્રોજેક્ટો ગુજરાત તાણી જતું હોવાના દાવાઓ થઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આંકડા સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મહારાષ્ટ્ર અગ્રેસર હોવાનું કહ્યું છે. શુક્રવારે સવારે ફડણવીસની આ પોસ્ટ વાયરલ થઈ હતી.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્ર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)માં અગ્રેસર છે, જે આ નાણાકીય વર્ષમાં ભારતના કુલ FDIના પ્રવાહમાં 31% ફાળો આપે છે. તેમણે આજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં FDIના ઇન્વેસ્ટમેન્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આપણું મહારાષ્ટ્ર ફોરેન ઈન્વેસ્ટમેન્ટ (FDI) આકર્ષવામાં સતત અગ્રેસર છે. હવે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરના આંકડા. માત્ર છ મહિનામાં મહારાષ્ટ્રમાં 1 લાખ 13 હજાર 236 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ થયું છે. છેલ્લા 4 વર્ષમાં મહારાષ્ટ્રમાં સરેરાશ 1,19,556 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. મતલબ કે આખા વર્ષના રોકાણમાંથી 94.71 ટકા રોકાણ માત્ર 6 મહિનામાં આવી ગયું છે. હું મહારાષ્ટ્રને હૃદયપૂર્વક અભિનંદન આપું છું… હું તમને ખાતરી આપું છું કે મારા સાથી નાયબ મુખ્ય પ્રધાન એકનાથરાવ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિતદાદા પવાર અને સમગ્ર પ્રધાનમંડળના નેતૃત્વમાં આપણા મહારાષ્ટ્રની પ્રગતિની આ ગતિ આમ જ ચાલુ રહેશે. છેલ્લા પાંચ વર્ષના મહારાષ્ટ્રમાં આવેલા FDIના આંકડા આ મુજબ છે.

આ પણ વાંચો…બે દિવસમાં 433 કરોડ પ્રોપર્ટી ટેક્સ વસૂલ્યો પાલિકાએ

2020-21 : 1,19,734 કરોડ રૂપિયા, 2021-22 : 1,14,964 કરોડ રૂપિયા, 2022-23 : 1,18,422 કરોડ રૂપિયા, 2023-24 : 1,25,101 કરોડ રૂપિયા, 2024-25 (એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના 6 મહિના) : 1,13,236 કરોડ રૂપિયા તાજેતરમાં જ ફડણવીસે એસેમ્બલીમાં તેમના વહીવટીતંત્ર દ્વારા લાગુ કરાયેલા પ્રગતિશીલ પગલાંની વિગતવાર માહિતી આપી હતી. તેમણે વિકાસ, રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ ઊર્જા સહિતના ક્ષેત્રોમાં મહારાષ્ટ્રની સિદ્ધિઓની રૂપરેખા પણ આપી હતી. તેમણે મહારાષ્ટ્ર માટે ટ્રિલિયન-ડોલરના અર્થતંત્રના લક્ષ્યને હાંસલ કરવાની વ્યૂહરચનાઓની રૂપરેખા પણ આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button