નેશનલ

દિલ્હીવાળાને મળી શકે છે ગરમીથી રાહત, આ રાજ્યમાં થઇ શકે છે વરસાદની રિ-એન્ટ્રી: જાણો મોસમનો મિજાજ

નવી દિલ્હી: ઓક્ટોબરનો લગભગ અડધો મહિનો પૂરો થવાનો છે છતાં દેશભરના લોકોને ગરમીથી રાહત નથી મળી રહી. દોશની રાજધાની દિલ્હી સહિત અન્ય રાજ્યમાં પણ લોકો ઉનાળાની જેમ જ એસી, પંખા અને કુલર ચલાવી રહ્યાં છે. હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ આજે એટલે કે શનિવાર (14 ઓક્ટોબર) ના રોજ લક્ષદ્વીપ, અંડમાન-નિકોબાર તથા કર્ણાટકમાં વરસાદની શક્યતાઓ રહેલી છે.

રાજધાની દિલ્હીના હવામાનની વાત કરીએ તો અહીં હવામાનમાં સાધારણ પલટો જોવા મળ્યો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં વહેલી સવારે ઠંડક રહે છે. જોકે દિવસ દરમીયાન લોકોને ફરી તડકો અને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે છે. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે તેવો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો છે. હવામાન ખાત મુજબ દિલ્હીમાં રવિવારે વરસાદના આસાર છે. ઉત્તર પ્રદેશના ઘણાં જિલ્લાઓમાં હાલમાં શુશ્ક વાતાવરણ છે. લખનૌમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સીયસ રહેશે.

આ ઉપરાંત એનસીઆરની વાત કરીએ તો નોયડમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી છે. ગાઝિયાબાદમાં લધુત્તમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શકય્તાઓ છે. હવામાન ખાતાના મત મુજબ પંજાબના વાતાવરણમાં પલટો આવવાથી 14 અને 15 ઓક્ટોબરના રોજ ક્યાંક ક્યાંક ધીમોથી ભારે વરસાદ થઇ શકે છે.

હિમાચલ પ્રદેશમાં પણ 14 થી 18 ઓક્ટોબર સુધી પાંચ દિવસ વપસાદ અને બરફ પડવાની શક્યાતાઓ છે. ઉપરાંત 16મી ઓક્ટોબરના રોજ સાત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં પણ હવામાનમાં ફેરફાર દેખાઇ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button