
મુંબઈ: આજે શુક્રવારે ટ્રેડિંગના અઠવાડિયાના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે (Indian Stock Market)ખુલ્યું હતું, પરંતુ થોડા સમય બાદ માર્કેટ ગબડ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો ઈન્ડેક્સ સેન્સેક્સ (SENSEX) આજે 129 પોઈન્ટના વધારા સાથે 80,072.99 પર ખુલ્યો હતો. ત્યાર શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 0.60 ટકા અથવા 472 પોઈન્ટના ઘટાડા સાથે 79,463 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 11 શેર ગ્રીન સિગ્નલ પર અને 19 શેર રેડ સિગ્નલ પર ટ્રેડ થઇ રહ્યા હતાં.
NIFTY પણ તુટ્યો:
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી (NSE NIFTY) 0.44 ટકા અથવા 106 પોઇન્ટના ઘટાડા સાથે 24,081 પર ટ્રેડ થઇ રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 18 શેર ગ્રીન સિગ્નલ પર અને 32 શેર રેડ સિગ્નલ પર ટ્રેડ થઇ રહ્યા હતા.
આ શેરમાં ઉછાળો:
નિફ્ટી પેક શેર્સમાં સૌથી વધુ ઉછાળો ONGCમાં 3.10 ટકા જોવા મળ્યો હતો, ટાઇટનમાં 1.22 ટકા, ટ્રેન્ટમાં 0.91 ટકા, NTPCમાં 0.80 ટકા અને શ્રીરામ ફાઇનાન્સમાં 0.73 ટકાનો વધારો નોંધાયો હતો. તે જ સમયે, હીરોમોટો કોર્પમાં 2.38 ટકા, ટેક મહિન્દ્રામાં 1.33 ટકા, સિપ્લામાં 1.32 ટકા, ઇન્ફોસિસમાં 1.22 ટકા અને વિપ્રોમાં 1.22 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
PSU સેક્ટરમાં તેજી:
સેકટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી પીએસયુ બેંકમાં સૌથી વધુ 1.43 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી મીડિયામાં 1.60 ટકા, નિફ્ટી મેટલમાં 0.45 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.12 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.65 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.67 ટકા, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીઝ એક્સ- બેંકમાં 0.40 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
Also read:US ફેડરલની મિટિંગ શરૂ: શેરબજાર પર કેવી અસર થશે?
તે જ સમયે, નિફ્ટી મિડસ્મોલ આઇટી એન્ડ ટેલિકોમમાં 0.18 ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.33 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં 0.80 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં 0.74 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.84 ટકા, નિફ્ટી ફાર્મામાં 1.12 ટકા, 032 આઇટીમાં ટકા નિફ્ટી એફએમસીજી, નિફ્ટી ઓટોમાં 0.25 ટકા વધુ નિફ્ટી બેન્કમાં 0.57 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.