બિહારમાં BPSCના વિરોધમાં ટ્રેનો અને હાઇવે કર્યા બંધ! પપ્પુ યાદવના સમર્થકોનું વિરોધ પ્રદર્શન
પટણાઃ બિહારના પટણામાં બીપીએસસીની પરીક્ષા ફરીથી યોજવા સહિતની અન્ય માંગણીઓને લઈને ઉમેદવારોનો વિરોધ ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો પણ ખુલ્લેઆમ આ વિદ્યાર્થીઓના સમર્થનમાં છે. આ ઉમેદવારોના સમર્થનમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે આજે શુક્રવારે બિહારમાં ચક્કાજામની જાહેરાત કરી છે. પ્રદર્શનકારીઓ પટનાની બાજુમાં સચિવાલય હોલ્ટ પર રેલ્વે ટ્રેક પર સૂઈ ગયા. પેસેન્જર ટ્રેનને અહીં રોકી દેવામાં આવી છે.
બીપીએસસીની પુનઃ પરીક્ષાની માંગ એક પ્રદર્શનકારીએ કહ્યું, “બિહાર સરકારે 4 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાવીને અમને રસ્તા પર આવવા મજબૂર કર્યા છે. BPSCના વિદ્યાર્થીઓ 16 દિવસથી સતત વિરોધ કરી રહ્યા છે અને સરકારને હજુ કોઈ જ પરવાહ નથી.” અત્રે નોંધનીય છે કે પપ્પુ યાદવે બીપીએસસીની પુનઃ પરીક્ષાની માંગને લઈને ગઈકાલે બિહારમાં ચક્કાજામનું એલાન કર્યું હતું. આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો ઉપરાંત રેલવેને રોકવાની પણ વાત કરી હતી.
નેશનલ હાઇવે કર્યો બ્લોક સાંસદ પપ્પુ યાદવ દ્વારા સમર્થિત યુવા શક્તિ કાર્યકરો શુક્રવારે સવારે પટના બસ સ્ટેન્ડ નજીક ચાર લેન પર BPSC ઉમેદવારો પર લાઠીચાર્જ કરવા અને BPSC પરીક્ષા રદ કરવાની માગણી સાથે ઉતરી આવ્યા હતા. આ દરમિયાન તેઓએ NH ને બ્લોક કર્યો હતો અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ પ્રદર્શનકારીઓનું કહેવું છે કે જે રીતે નિર્દોષ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેમની સામે કેસ નોંધવામાં આવ્યા તે ક્યારેય સહન કરવામાં આવશે નહીં.
Also read: બિહારમાં સગીરની હત્યા કરી ફરાર થયેલો આરોપી મુંબઈમાં પકડાયો
હું રાજનીતિ નહીં કરું તો શું કરીશ? પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, “અમે અમારું કામ કરી રહ્યા છીએ. સરકારને તેનું કામ કરવા દો. ઉપવાસ ચાલુ રહેશે. મારી પાસે તેને ઉપાડવા કોઈ આવ્યું નથી, જ્યારે આવશે ત્યારે જોઈશું. હું કામ કરી રહ્યો છું. બિહારમાં છેલ્લાં અઢી વર્ષથી બિહારમાં કામ કરી રહ્યો છું, હું રાજનીતિ નહીં કરું તો શું કરીશ? તમે કોઈને મારી રહ્યા છો તો હું તેના સમર્થનમાં બેઠો છું – અને પછી તમે તેને રાજકારણ કહો તો હું રાજકારણ કરું છું.