મનોરંજનની માલગાડી… નવું વર્ષ – યર – નવી આશા…ટે્રલર ઓફ 2025
શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા
વેલકમ 2025 મનોરંજન દેવને નમન કરીને દર વર્ષની માફક આ વર્ષે પણ રસપ્રદ લાગે તેવી ભારતીય અને અમેરિકન ફિલ્મ્સની યાદી લઈને આ વર્ષે પણ મનોરંજનની માલગાડી આપણા સૌ માટે તૈયાર છે. ચાલો, જરા સફર શરૂ થાય એ સાથે નજર કરી લઈએ પહેલા છ મહિનાનાં ગમી જાય તેવાં સ્ટેશન્સ પર! સંતોષ (10 જાન્યુઆરી) ઓસ્કર્સમાં બેસ્ટ ફોરેન ફિલ્મની કેટેગરી માટે શોર્ટલિસ્ટ થયેલી આ ફિલ્મ છે હિન્દીમાં અને વાર્તા પણ છે ભારતની, છતાં આ ફિલ્મ ભારતીય નથી, કેમ કે ફિલ્મનું નિર્માણ કર્યું છે યુકે સ્થિત પ્રોડક્શન હાઉસે, છતાં આ ક્રાઇમ ડ્રામા ફિલ્મમાં ભારત વણાયેલું છે એટલે પોતીકી લાગે એ નાતે જોવાની દર્શકોને ઇચ્છા થશે જરૂર!
ડિરેક્ટર: સંધ્યા સુરી
કાસ્ટ: શહાના ગોસ્વામી, સુનિતા રાજવર, સંજય બિશ્નોઇ કૅપ્ટન અમેરિકા: બ્રેવ ન્યૂ વર્લ્ડ (14 ફેબ્રુઆરી)માર્વેલ સિનેમેટિક યુનિવર્સની તો કોઈ પણ નવી ફિલ્મ માટે એમસીયુ ફેન્સ રાહ જોઈને બેઠા જ હોય છે. એમાં પણ બધી ફિલ્મ્સનાં એકબીજાં સાથે કનેક્શન પર પણ આગલી અવેન્જર્સ ફિલ્મ નથી આવી જતી ત્યાં સુધી રાહ જોવાની. `કૅપ્ટન અમેરિકા’ ફિલ્મમાં રેડ હલ્કના પાત્રને લઈને પણ દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
ડિરેક્ટર: જુલિયસ ઓનાહ
કાસ્ટ: એન્થની મેકી, હેરિસન ફોર્ડ, ડેની રેમિરેઝ
છાવા (14 ફેબ્રુઆરી) છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ પર આધારિત આ ફિલ્મનું ટિઝર આવી ગયું છે. એ એટલું તો ધમાકેદાર છે કે દર્શકોએ ફિલ્મને પહેલેથી જ થિયેટરમાં જોવા જવા માટે વૉચલિસ્ટમાં મૂકી દીધી છે.
મરાઠા કિગ સંભાજીને મોટા પરદે જોવાનો અનુભવ કેવો રહે છે એ તો ફિલ્મ રિલીઝ થાય ત્યારે જ ખબર પડશે.
ડિરેક્ટર: લક્ષ્મણ ઉતેકર
કાસ્ટ: વિકી કૌશલ, રશ્મિકા મંદાના, અક્ષય ખન્ના ધ ઇલેક્ટ્રિક સ્ટેટ (14 માર્ચ) આ એક સાયન્સ ફિક્શન કૉમેડી ફિલ્મ છે. ફિલ્મ 1994માં સેટ છે, જેમાં એક આખી રોબોટની દુનિયા સામે માનવજાત જંગે ચડેલી છે. બેમાંથી કોણ સાચું તેની વાત ફિલ્મમાં છે. એક યુવતી આ બધા વચ્ચે પોતાના ખોવાયેલા ભાઈને રોબોની મદદથી શોધે છે. અલગ કથાવસ્તુની આ ફિલ્મ કેવી મજા કરાવે છે એ જોવું રહ્યું.
ડિરેક્ટર: ધ રુસો બ્રધર્સ
કાસ્ટ: મિલી બોબી બ્રાઉન, ક્રિસ પ્રેટ, કી હુઈ ક્વાન જોલી એલએલબી 3 (10 એપ્રિલ) આગળના બંને ભાગ સફળ રહ્યા એટલે ત્રીજો ભાગ આવવાનો જ હતો એ નક્કી હતું. પહેલા ભાગના ઍક્ટર અર્શદ વારસીની જગ્યાએ અક્ષય કુમારને સિક્વલમાં જોઈને દર્શકોએ અર્શદ માટેની માગણી કરી હતી. તેને જ ધ્યાનમાં લઈને આ ત્રીજા ભાગમાં અક્ષય અને અર્શદ બંનેને લેવામાં આવ્યા હશે એવું માનવું ખોટું નથી. જોઈએ, ફિલ્મ કેવી મજા કરાવે છે…
ડિરેક્ટર: સુભાષ કપૂર
કાસ્ટ: અક્ષય કુમાર, અર્શદ વારસી, સૌરભ શુક્લા રેડ-2 (1 મે) રેડ (રેઈડ નહીં) એટલે કે દરોડો. આ ફ્રેન્ચાઈઝની પ્રથમ ફિલ્મ એકદમ રોચક હતી. વ્હાઇટ કોલર ક્રિમિનલને પકડવાની આઈઆરએસ ઑફિસરની કવાયત ફિલ્મમાં દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી. બીજા ભાગમાં પણ થીમ તો એ જ છે. અહીં પણ કઈ રીતે મિશન પાર પડે છે એ જોવાનું રસપ્રદ રહેશે.
ડિરેક્ટર: રાજ કુમાર ગુપ્તા
કાસ્ટ: અજય દેવગણ, રિતેશ દેશમુખ, વાણી કપૂર મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ (23 મે) વિશ્વની સૌથી પ્રખ્યાત ફ્રેન્ચાઈઝમાંની `મિશન: ઇમ્પોસિબલ’ની આ છેલ્લી ફિલ્મ છે. ટોમ ક્રુઝના મજબૂત ખભા પર ઊભેલી આ ફ્રેન્ચાઈઝનો અંત બે ફિલ્મ ભેગી મળીને થઈ રહ્યો છે. 2023માં આવેલા લેટેસ્ટ પાર્ટની અધૂરી છોડેલી વાર્તા જ આ ફિલ્મમાં છે.
Also read: સ્ટુડિયોની કમાણી પ્રોપર્ટીમાં સમાણી
ડિરેક્ટર: ક્રિસ્ટોફર મેકવાયર
કાસ્ટ: ટોમ ક્રુઝ, હાયલી એટવેલ, વિંગ રેમ્સ ફ્રોમ ધ વર્લ્ડ ઑફ જ્હોન વિક: બેલેરિના (6 જૂન) `જ્હોન વિક’ એટલે એક ઍક્શન પેક સફળ ફિલ્મ ફ્રેન્ચાઈઝ. હવેના ટે્રન્ડ મુજબ કોઈ ફ્રેન્ચાઈઝમાં સીધી વાર્તા આગળ વધારવાના બદલે તેનું વાર્તા વિશ્વ અન્ય સ્થળ કે પાત્રને લઈને વધારવામાં આવે છે. અહીં એ જ રીતે એ વિશ્વમાં ઇવ નામની એક છોકરીની વાર્તા છે.
ડિરેક્ટર: લેન વાઇઝમેન
કાસ્ટ: અના દે અર્માસ, એન્જેલિકા હસ્ટન, ગેબ્રિએલ બાયર્ન શરૂમાં કહ્યું એમ રસપ્રદ ફિલ્મ્સ તો ઘણી છે, પણ દરેક વિશે વિગતે વાત કરવી શક્ય નથી તો આપણે બીજી મજેદાર ફિલ્મ્સની ફક્ત યાદી બનાવીને તેની નોંધ લઈએ.
ભારતીય ફિલ્મ્સ:
અક્ષય કુમારની ઍરફૉર્સ આધારિત ફિલ્મ `સ્કાયફૉર્સ’, શાહિદ કપૂરની ઍક્શન થ્રિલર ફિલ્મ `દેવા’, સલમાન ખાનની એ આર મુરુગાદોસ દિગ્દર્શિત `સિકંદર’.
અમેરિકન ફિલ્મ્સ:
હોરર ઍક્શન ફિલ્મ `વુલ્ફ મેન’, વેડિગ કૉમેડી `યુ આર કોર્ડિયલી ઈન્વાઇટેડ’, એક્શન કૉમેડી ફિલ્મ `લવ હર્ટ્સ’, સફળ ફ્રેન્ચાઈઝ `બ્રિજેટ જોન્સ’ની આગામી ફિલ્મ `બ્રિજેટ જોન્સ: મેડ અબાઉટ ધ બોય’, ડિઝનીની ફેન્ટસી ફિલ્મ `સ્નો વ્હાઇટ’, એમસીયુની એન્ટી સુપરહીરો ફિલ્મ `થન્ડરબોલ્ટ્સ’, સુપર નેચરલ સિક્વલ `ફાઇનલ ડેસ્ટિનેશન: બ્લડલાઈન્સ’, બ્રાડ પીટની
`એફ 1′. લાસ્ટ શોટ `ફ્રોમ ધ વર્લ્ડ ઑફ જ્હોન વિક: બેલેરિના’માં જ્હોન વિકનું પાત્ર પણ કેમિયો રોલમાં છે.