ઇન્ટરનેશનલ

દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ

દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચિલીના સ્થાનિક સમય અનુસાર, ગુરુવારે સાંજે 6.1 તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ભૂકંપના કારણે ચિલીના પ્રભાવિત વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC)ના જણાવ્યા અનુસાર, ચિલીના કૈલામ નજીકના એન્ટોફાગાસ્તા વિસ્તારમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર કૈલામથી 84 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં અને પૃથ્વીની સપાટીથી 104 કિલોમીટરની ઊંડાઈએ હતું. નોંધનીય છે કે અત્યાર સુધી ઈતિહાસમાં સૌથી વધુ તીવ્રતાનો ભૂકંપ માત્ર ચિલીમાં જ નોંધાયો છે.

ચિલીના વાલ્ડિવિયામાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 9.5 નોંધવામાં આવી હતી. આ ભૂકંપમાં 1655 લોકો માર્યા ગયા હતા અને લગભગ 3000 લોકો ઘાયલ થયા હતા. 2010માં ચિલીમાં આવેલા ભૂકંપમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ શક્તિશાળી ભૂકંપ 8.8ની તીવ્રતાનો હતો. ચિલીમાં અનુભવાયેલા ભૂકંપને લગતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

https://twitter.com/volcaholic1/status/1874931380901335284

ભૂકંપની વાત કરીએ તો 2.0 થી ઓછી તીવ્રતાના ભૂકંપ માઇક્રો કેટેગરીમાં આવે છે. આ ભૂકંપ અનુભવાતા નથી. વિશ્વભરમાં દરરોજ લગભગ 8,000 સૂક્ષ્મ ભૂકંપ નોંધાય છે. 2.0 થી 2.9 તીવ્રતાના ભૂકંપને નાના ભૂકંપની શ્રેણીમાં રાખવામાં આવે છે. વિશ્વભરમાં દરરોજ લગભગ 1,000 નાના ભૂકંપ નોંધાય છે. 3.0 થી 3.9 તીવ્રતાના ભૂકંપને હળવી શ્રેણીમાં રાખવામાં આવે છે. વિશ્વભરમાં વાર્ષિક લગભગ 49,000 આવા હળવી શ્રેણીના ભૂકંપ નોંધાય છે, પણ એનાથી નુક્સાન થતું નથી. વિશ્વમાં દર વર્ષે 4.0 થી 4.9 તીવ્રતાના લગભગ 6,200 ભૂકંપ આવે છે, આમાં ઘરની વસ્તુઓ ધ્રૂજતી જોવા મળે છે. જો કે, આનાથી થોડું નુકસાન થાય છે. 5 અને તેથી વધુ તીવ્રતાના ભૂકંપો થોડો વિનાશ વેરે છે, જ્યારે 6 અને તેથી વધુ તીવ્રતાના ભૂકંપો વિનાશકારી હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button