દક્ષિણી કેલિફોર્નિયા વિમાની દુર્ઘટના; 2ના મૃત્યુ, અનેક ઘાયલ
અમેરિકાના દક્ષિણી કેલિફોર્નિયામાં વિમાન દુર્ઘટનામાં બે લોકોના મૃત્યુના અહેવાલો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘાયલોમાં કેટલાકની હાલત વધુ ગંભીર હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન દુર્ઘટના એક મોટા ગોદામની છત પર થઈ હતી. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વિડિયો આવ્યો સામે
આ વિમાન દુર્ઘટના કેલિફોર્નિયાના ફુલર્ટન એરપોર્ટ પાસે થઈ હતી. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મોટા ગોદામની છતમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આ પ્લેન આ ગોદામ સાથે અથડાયું તે સમયે ગોદામમાં ઘણા લોકો હાજર હતા. વેરહાઉસમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો…ચીનમાં હેલ્થ ઈમરજન્સી? સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો
પોલીસે કરી પૃષ્ટી
પોલીસે ગોડાઉનની અંદરના લોકોને તાત્કાલિક ધોરણે બહાર કાઢ્યા હતા, જ્યારે ઈમરજન્સી ક્રૂ ઈજાગ્રસ્તોની સારવાર કરી રહ્યા હતા. ફુલર્ટન પોલીસ વિભાગે પુષ્ટિ કરી હતી કે 10 લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સામાન્યથી લઈને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે અન્ય આઠ લોકોને ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી રહી છે.