સંભલની શાહી જામા મસ્જિદમાં મંદિર હોવાના મળ્યા પુરાવા!
સર્વે રિપોર્ટમાં કરવામાં આવ્યા મોટો ખુલાસો, જાણો શું મળ્યું?
નવી દિલ્હી: ભારે વિવાદોનું કેન્દ્ર બનેલી સંભલની શાહી જામા મસ્જિદની કરવામાં આવેલી તપાસનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ સર્વે રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.
મીડિયાના અહેવાલોમાં જણાવાયું છે કે મસ્જિદમાં મંદિર હોવાના પુરાવા મળ્યા છે. મસ્જિદની અંદર બે વડના વૃક્ષ પણ આવેલા છે. હિંદુ ધર્મમાં મંદિરોમાં વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે, જ્યારે મસ્જિદમાં કૂવા પણ હોય છે, જેમાં અડધા અંદર અને બહાર હોય છે. બહારનો હિસ્સો ઢાંકી દેવામાં આવ્યો છે.
રિપોર્ટમાં એક હજારથી વધુ ફોટોગ્રાફ્સ
ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્જિદના સર્વે બાદ હવે ટીમે પોતાનો રિપોર્ટ કોર્ટમાં સોંપી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સર્વે ટીમે કોર્ટને એક હજારથી વધુ ફોટોગ્રાફ્સ આપ્યા છે.
આપણ વાંચો: Sambhal માં યોગી સરકાર એક્શનમાં, જામા મસ્જિદની સામે જ પોલીસ ચોકી બનાવાશે
એવી માહિતી પણ સામે આવી છે કે આ તસવીરોમાં ઘણી જગ્યાએ શાહી જામા મસ્જિદમાં મંદિર હોવાના પુરાવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે સર્વેમાં મસ્જિદ પરિસરની અંદર કમળના ફૂલ, ઘંટડીનો આકાર, શેષનાગ આકાર અને વડના વૃક્ષ મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મસ્જિદની અંદર બે વડના વૃક્ષ
મળતી માહિતી અનુસાર સર્વે ટીમ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલી તસવીરોમાં ઘણી જગ્યાએ મંદિરો હોવાના પુરાવા મળ્યા છે. શાહી જામા મસ્જિદની અંદર બે વટ વૃક્ષ મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મના મંદિરોમાં વડના વૃક્ષો મોટાભાગે જોવા મળે છે. શાહી જામા મસ્જિદની અંદર પૂર્વ અને મુખ્ય દરવાજા પર બનેલા ચારમાંથી બે સ્તંભ પર કમળના ફૂલોના પ્રતિક જોવા મળ્યા છે.
આપણ વાંચો: Violence in Sambhal: ચાર યુવકોના મોત બાદ તંગદિલીભર્યો માહોલ, બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ
શેષનાગ અથવા આદિશેષ જેવા પ્રતીકો
સર્વે રિપોર્ટમાં જણાવાયું છે કે શાહી જામા મસ્જિદના પૂર્વ અને મુખ્ય દરવાજાના બે સ્તંભ પર બનેલી આકૃતિને દ્વારપાલ શૈલીના છે. એવું પણ કહેવાય છે કે મસ્જિદની મુખ્ય ઈમારતના બે માળખા પર ઈંટના નિશાન મળ્યા છે. વડનું વૃક્ષ મેશથી ઢંકાયેલું હોવાનું જાણવા મળી રહ્યું અને તેનાંથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વૃક્ષની નીચે દીવો પ્રગટાવવાને કારણે આ કાળું થયું હશે. મસ્જિદમાંથી શેષનાગ અથવા આદિશેષ જેવા પ્રતીકો જોવા મળ્યા છે.