આપણું ગુજરાત

અમદાવાદમાં આજે મેચ: છ હજાર પોલીસનો લોખંડી બંદોબસ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભારત-પાકિસ્તાનની મેચને પગલે ગુજરાત પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યના ડીજીપીએ જણાવ્યું હતું કે, સ્ટેડિયમમાં અસામાજિક તત્ત્વો પર નજર રખાશે, મેચને પગલે ગુજરાત પોલીસ સજ્જ છે. મેચમાં છ હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સુરક્ષાને લઇને સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ધાબાઓ પર પોઇન્ટ ઊભા કરવામાં આવશે. ૩૬૯ પીએસઆઇ, ૬૮૬૫ પોલીસકર્મીઓ, ૪ હજાર હોમગાર્ડ, ૧૩ એસઆરપી ટુકડી અને ચેતક કમાન્ડો, ત્રણ એનએસજીની ટીમ, એક એન્ટિ ડ્રોન, આરએએફ, એનડીઆરએફ, સીઆઈએસએફ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ તૈનાત રહેશે.

ગુજરાતના ડીજીપી વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, સર્વ પ્રથમ સ્ટેડિયમ અને પ્રેક્ષકોની વ્યવસ્થા, નંબર બે ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા, ત્રણ બન્ને ટીમના જે સભ્યો છે અને સપોર્ટિંગ સ્ટાફ છે તે લોકોની સુરક્ષાની વ્યવસ્થા, અસામાજિક તત્વો પર નજર અને છેલ્લે ભારત-પાકિસ્તાનની મેચ અનુસંધાને સમગ્ર રાજ્યમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બની જાય તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી વ્યવસ્થા મળી કુલ પાંચ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમ અને પ્રેક્ષકોની વ્યવસ્થાની વાત કરીએ તો ખૂબ વ્યાપક રીતે સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહારના જે વિસ્તાર છે તેમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.

છ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ આ વ્યવસ્થામાં જોડાયા છે. એનએસજી, એનડીઆરએફ, આરએએફની ટીમ મુકાઇ છે. તેમજ પાંચ પોલીસમથકની હદમાં ધાબા પર પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button