અમદાવાદમાં 17 લાખના ડિજિટલ એરેસ્ટ કેસની તપાસમાં રશિયન નાગરિક સહિત ત્રણ ઝડપાયા
અમદાવાદઃ સમગ્ર દેશમાં ડિજિટલ એરેસ્ટની (digital arrest) ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં લોકો પાસેથી પૈસા પડાવતી ટોળકી સાથે વિદેશી ગેંગ સંકળાયેલી હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.
અમદાવાદ સાયબર ક્રાઈમે (ahmedabad cyber crime) એક સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી 17 લાખ પડાવવાના મુદ્દે એક રશિયન સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતાં. આ લોકો કંબોડિયન ગેંગના ઈશારે આ પ્રકારના ગુનાને અંજામ આપતા હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું.
શું છે મામલો
અમદાવાદના એક સિનિયર સિટીઝનને અજાણ્યા શખ્સોએ ફોન કરીને કસ્ટમ વિભાગના દિલ્હી ખાતે આવેલા હેડક્વાર્ટરમાંથી ઇન્સ્પેક્ટર બોલુ છું તેવી ઓળખ આપી સિનિયર સીટીઝનને તેમણે મોકલેલા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે.
આપણ વાંચો: ડિજિટલ એરેસ્ટના નામે સાયબર ફ્રોડ કરનારી ટોળકીના ચાર સુરતમાં પકડાયા
જેથી તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે એમ કહ્યું હતું. તે ઉપરાંત તેણે 40 કરોડના મનીલોન્ડરીંગમાં 10 ટકા કમિશન મળ્યું હોવાનું કહ્યું હતું. ફોન કરનાર ગઠિયાએ આ સિનિયર સિટિઝનને એરેસ્ટ કરીને તેમની પાસેથી 17 લાખ પડાવ્યા હતાં. સિનિયર સીટીઝનને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે તરતજ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
સાયબર ક્રાઈમની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ કેસમાં સંડોવાયેલા બે શખ્સો હાલ જેલમાં છે. પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે બંન્ને શખ્સોની ધરપકડ કરી પુછપરછ કરી હતી. આ શખ્સોએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની સાથે એન્ટોલિય મિરોનોવ નામનો એક રશિયન નાગરિક જોડાયેલો છે.
આપણ વાંચો: માનવ તસ્કરીના કેસમાં ડિજિટલ એરેસ્ટ: વિદેશ વસતા વૃદ્ધ સાથે 10 લાખની ઠગાઈ
ત્યાર બાદ તેને પુનાની પોલીસે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપ્યો હોવાનું પોલીસને જાણવા મળતાં તેની પણ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં આ પ્રકારના ગુનાનું રેકેટ કંબોડિયન ગેંગ દ્વારા ચલાવવામાં આવતું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ કેસમાં હજી વધુ ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.