અમદાવાદ

અમદાવાદમાં અકસ્માતના બે બનાવમાં દંપતી સહિત ત્રણ લોકોના મૃત્યુ

Ahmadabad Accidents News: અમદાવાદમાં અકસ્માતના બે બનાવમાં દંપતી સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક એક ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર દંપતીને 100 ફૂટ જેટલા ઢસડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે અમદાવાદ-મહેસાણા હાઇવે પર અડાલજ ટોલટેક્સ નજીક એસ.ટી બસ ચાલકે રિક્ષાને અડફેટે લેતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતથી રિક્ષામાં બેઠેલાં મુસાફરોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં નવા વર્ષે જ બે અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યાઃ 12 લોકો ઈજાગ્રસ્ત

ગુરુવારે વહેલી સવારે વસ્ત્રાલ રીંગ રોડ પર મંદિરથી દર્શન કરીને પરત ફરી રહેલા દંપતીની બાઇકને ટ્રક ચાલકે અડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર દંપતિને 100 ફૂટ જેટલા ઢસડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મોતને ભેટનાર દંપતિ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા. મૃતકોની ઓળખ કાંતિભાઇ પટેલ અને દક્ષાબેન પટેલ તરીકે થઈ હતી. આ સ્થળે અઠવાડિયામાં ત્રીજી વખત અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: કચ્છમાં અકસ્માત-આત્મહત્યાના બનાવો રોકાતા નથીઃ અલગ અલગ બનાવમાં ચારનાં મોત

અકસ્માતના બીજા બનાવમાં અમદાવાદ-મહેસાણા હાઇવે પર અડાલજ ટોલટેક્સ પાસે એસ.ટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલો મુસાફર પડી ગયો હતો અને બસના ટાયર નીચે કચડાઈ ગયો હતો. અકસ્માતની ગંભીરતા અને મૃતદેહની હાલત જોતા પોલીસે અસ્થાયી રૂપે રસ્તો બંધ કરવો પડ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button