નેશનલ

ઓપરેશન અજય ભારતીયોના પ્રથમ બેચની ઘરવાપસી

નવી દિલ્હી: શુક્રવારે વહેલી સવારે વિદ્યાર્થીઓ સહિત ૨૦૦ ભારતીયોનું ઇઝરાયલથી ચાર્ટર્ડ ફલાઇટમાં ભારતમાં આગમન થયું હતું. ઇઝરાયલ પર હમાસના ત્રાસવાદીઓએ ગયા શનિવારે હુમલો કરતા ભારત પાછા આવવા માગતા લોકોની ઘરવાપસી માટે ભારતે ઓપરેશન અજય શરૂ કર્યું છે.

કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રેશેખરે દિલ્હી, એરપોર્ટ પર પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું. ચંદ્રશેખરે તેમનું ‘નમસ્કાર’ કરી સ્વાગત કર્યું હતું. ઇઝરાયલમાં ૨૦૧૯થી રહેતા શાસ્વતસિંહ પત્ની સાથે દિલ્હી પાછા ફર્યા હતાં. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે “અમે એર રેઇડની સાયરનના અવાજ પછી ઉઠયા હતા. અમે સેન્ટ્રલ ઇઝરાયલમાં રહીયે છીએ. આ સંઘર્ષ કેટલો આગળ ચાલશે તે મને ખબર નથી. હું ત્યાં કૃષિમાં સંશોધન કરું છું. ભારતીયોને વિશેષ વિમાનમાં પાછા લાવવું પ્રશસનીય પગલું છે. શાંતિ પુનસ્થાપિત થશે અને અમે ત્યાં પાછા ફરીશું તેવી મને આશા છે. ભારત સરકારે ઇમેઇલ કરી અમારો સંપર્ક કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું હતું કે ઇઝરાયલમાં લગભગ
૧૮,૦૦૦, વેસ્ટ બૅન્કમાં લગભગ એક ડઝન અને “ગાઝામાં ત્રણથી ચાર ભારતીય રહે છે. પશ્ર્ચિમ બંગાળના વતની અને પીએચડીના વિદ્યાર્થીએ સ્વદેશાગમન પછી કહ્યું કે “અમે આશ્રય સ્થાનમાં રહેતા હતા. ઇઝરાયલ સરકારે દરેક સ્થળે શેલ્ટર્સ બનાવ્યા છે આથી અમે સુરક્ષિત હતા. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button