મુંબઈના સમુદ્રમાંથી અચાનક કેમ ગાયબ થઈ રહી છે માછલીઓ? કારણ જાણશો તો ચોંકી ઉઠશો?
મુંબઈઃ ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડીની અસર માણસો જ નહીં પણ સમુદ્રી જીવો પર પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે મુંબઈના સમુદ્રમાં એક અલગ જ ઘટના જોવા મળી રહી છે. મુંબઈના ઠંડા પાણીમાં માછલીઓનું રહેવાનું અઘરું થઈ રહ્યું અને એને કારણે જ માછલીઓ અરબી સમુદ્રમાં દૂર દૂર જઈ રહી છે.
મુંબઈના કિનારાથી દૂર અરબી સમુદ્રના મોટા વિસ્તારમાં છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે માછલીઓ ગરમ પાણીમાં જતી રહી છે. જેને કારણે માછીમારોને પરેશાન છે. માછીમારોને માછીમારી કરવા માટે 200 કિલોમીટર દૂર સુધી જવું પડી રહ્યું છે. મળી રહેલી માહિતી પ્રમાણે બોમ્બ ડક નામની માછલી જે સામાન્યપણે વર્સોવા નજીક મળી આવે છે તે હવે પાલઘરથી આગળ ગુજરાતની તરફ મળી રહી છે.
આપણ વાંચો: બંધ કરી દેવાયેલ સમુદ્રી સીમાદર્શન પ્રોજેકટ ફરી ટૂંક સમયમાં શરૂ થશે…
મુંબઈમાં માછલીઓ સમુદ્રની અંદર આશરે 200 કિલોમીટર દૂર જતી રહી છે. માછલીઓના દૂર જવાને કારણે માછીમારોની સામે મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર માછીમારોને માછલી પકડવા માટે 180 કિલોમીટર દૂર જવું પડે છે અને અનેક દિવસો બાદ પાછા ફરી રહ્યા છે.
માછલીઓ દૂર જવાના કારણ ખરેખર ખૂબ જ ચોંકાવનારું છે. એક માછીમારે આ વાતનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મુંબઈના કિનારા વિસ્તાર અરબી સમુદ્રમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે, જેને કારણે માછલીઓ હૂંફાળા અને ગરમ પાણીવાળા વિસ્તારમાં જવા માટે મજબૂર છે અને માછીમારોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.