નેશનલ

શેરડીના ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો દબદબો યથાવતઃ ગુજરાતના ઉત્પાદનમાં વધારો

નવી દિલ્હી: ભારતમાં મોટા પાયે શેરડીનું ઉત્પાદન થાય છે. છેલ્લા એક દાયકામાં ઘણા રાજ્યોમાં શેરડીના ઉત્પાદનમાં ફેરફારો જોવા મળ્યો છે. જોકે, આ પરિવર્તનો છતાં પણ શેરડીના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જો કે ઘણા રાજ્યોમાં ઉત્પાદન પહેલા કરતા ઘણું ઘટ્યું છે. 2011-12ની સિઝનમાં દેશના કુલ શેરડીના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 40.9 ટકા હતો, જેમાં 10 ટકાનો વધારો થયો છે.

મહારાષ્ટ્રનો ફાળો વધીને 19.5 ટકા

આ દરમિયાન મુખ્ય શેરડી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રનું યોગદાન 2011-12ની સિઝનમાં 18.7 ટકા હતું, જે 2020-21માં વધીને 19.5 ટકા થયું છે. બે મોટા રાજ્યોમાં ઉત્પાદનમાં વધારો થયો હોવા છતાં, તમિલનાડુમાંથી નિરાશાજનક આંકડાઓ સામે આવ્યા છે, જ્યાં 2011-12ની સિઝનમાં શેરડીના ઉત્પાદનનો ફાળો 11.4 ટકા હતો, જે 2020-21માં ઘટીને માત્ર 3.5 ટકા થયો હતો.

આપણ વાંચો: મથકો પર ખાંડના ભાવમાં ₹ ૫૦નો ઘટાડોઃ શું શેરડીના ટેકાના ભાવમાં થતો વિલંબ છે જવાબદાર

ગુજરાતનું શેરડીના ઉત્પાદન વધ્યું

આ દરમિયાન ગુજરાતમાં શેરડીના ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. વર્ષ 2011-12માં દેશના કુલ શેરડીના ઉત્પાદનમાં ગુજરાતનો 3.8 ટકા ફાળો હતો, 2020-21માં તેનો ફાળો 4.7 ટકા હતો. ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે આ સંદર્ભે ડેટા જાહેર કરીને આ માહિતી આપી છે.

કર્ણાટકનો હિસ્સો 7.9 ટકાનો નોંધાયો

આપણ વાંચો: શેરડીનું પિલાણ મોડું થતાં અત્યાર સુધીમાં ખાંડના ઉત્પાદનમાં ૪૪ ટકાનો ઘટાડો

આ ઉપરાંત વર્ષ 2011-12ની સિઝનમાં દેશના કુલ શેરડીના ઉત્પાદનમાં કર્ણાટકનો હિસ્સો 7.9 ટકા હતો, જે વર્ષ 2020-21માં નજીવો ઘટીને 7.7 ટકા થયો છે. તે જ સમયે 2011-12માં બિહારનું યોગદાન 3.9 ટકા હતું, જે 2020-21માં 3.8 નોંધાયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button