મુંદરા બંદરેથી ફરી મળ્યો અખરોટના નામે મોકલેલો 30 કરોડ સોપારીનો જથ્થો
ભુજ: સરહદી કચ્છના મુંદરા અદાણી બંદર પાસેના સીએફએસ સેન્ટરમાં ફરી ત્રાટકેલી મુંદરા કસ્ટમની સ્પેશિયલ
ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન શાખાએ દુબઈથી ભારતમાં દાણચોરી કરી સોપારીના જથ્થાને ઘુસાડવાના વધુ એક કારસાને નિષ્ફ્ળ બનાવી અંદાજિત પોણા ત્રીસ કરોડની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો ૫૦ ટન જેટલો એરકા નટ્સ એટલે કે તૂટેલી અને આખી સોપારીનો જથ્થો જથ્થો જપ્ત કર્યો છે.
આ સંદર્ભે મળતી માહિતી મુજબ, મુંદરા કસ્ટમની એસઆઇઆઇબી શાખાને મળેલી પૂર્વ બાતમીના આધારે મુંદરા કસ્ટમના પ્રિન્સિપલ કમિશનર કે. એન્જિનીયરની સૂચનાથી કસ્ટમની આ બ્રાન્ચ દ્વારા કરાયેલી તપાસમાં બે મોટા કન્ટેનરમાં અખરોટની આડમાં બે કન્ટેનર ભરેલી ૫૦ ટન વજનની સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો હતો.
આપણ વાંચો: કચ્છમાં ઠંડીએ નાખ્યા ધામા: નલિયામાં 6.4 જ્યારે ભુજમાં 11.4 ડિગ્રી સે.લઘુતમ તાપમાન…
સોપારીના કારોબાર માટે જાણીતા એવા દુબઈના જેબલ અલી બંદરેથી આવેલો અને કંડલા ખાતેના મુક્ત વ્યાપાર કેન્દ્રમાં સ્થિત એક યુનિટમાં જતો હોવાનું આયાતકાર દ્વારા ડિક્લેર કરાયું હતું અને જથ્થામાં અખરોટ હોવાનું દર્શાવાયું હતું, પરંતુ આ મિસ ડિક્લેરેશન કેસમાં બે કન્ટેનરમાં કુલ ૫૦ ટન વજનની સોપારી મળી આવી હતી.
બિલ ઓફ એન્ટ્રીમાં અખરોટ દર્શાવાયેલો અને સોપારીનો આ જથ્થો ઘૂસાડીને અંદાજિત રૂા. ત્રણ કરોડની ડયૂટી ચોરી કરવાનો કારસો રચાયો હતો. જો કે, તેને કસ્ટમની સતર્કતાથી ઝડપી પાડવાની સાથે ફરી એકવાર સોપારીની દાણચોરી હજુ કોઈ પણ જાતની બીક વિના ચાલુ હોવાનું સાબિત થયું છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા અને વિયેતનામ જેવા દેશોમાંથી સોપારી મળે છે, પરંતુ દુબઈથી સોપારી લઈ આવવામાં તંત્રને છેતરવા માટે દર વખતે નવી-નવી મોડેસ ઓપરેન્ડી અપનાવવામાં આવે છે. આ વખતે પીવીસી રેઝિન દર્શાવાયા કે જેનો જથ્થો સામાન્ય રીતે મોટી કંપનીઓ દ્વારા નિયમિત રીતે અને મોટા જથ્થામાં આયાત થાય છે. .