સ્પોર્ટસ

IND vs AUS 5th Test: ઋષભ પંતને પડતો મુકાશે? આ યુવા ખેલાડીને તક મળી શકે છે

સિડની: બોર્ડર ગાવસ્કર ટ્રોફી(BGT) 2024-25ની પાંચમી અને છેલ્લી મેચ આવતી કાલે ૩જી જાન્યુઆરીથી સિડનીમાં (IND vs AUS 5th Test) શરુ થશે. આ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમમાં તણાવ અંગે ઘણી અટકળો વહેતી થઇ છે. ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11માં ઘણા મોટા ફેરફારો થવાના સંકેતો (India Playing eleven) મળી રહ્યા છે. નવા ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. કેપ્ટન રોહિત શર્માને પડતો મુવામાં આવે તેવા અહેવાલો છે, રિષભ પંત(Rishabh Pant)નું પત્તું પણ કપાઈ શકે છે, તેને બદલે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ(Dhruv Jurel)ને તક મળી શકે છે

રિષભ પંતને ભૂલની સજા મળશે!
રિષભ પંત આ સિરીઝમાં અત્યાર સુધી ચાર મેચ રમી ચૂક્યો છે. પંતે આ ચાર મેચની સાત ઇનિંગ્સમાં માત્ર 154 રન જ બનાવ્યા હતાં, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 30 રન રહ્યો. પંતને આ તમામ ટેસ્ટ મેચોમાં સારી શરૂઆત મળી હતી, પરંતુ તે જરૂર વગર ખરાબ શોટ રમીને આઉટ થઈ ગયો હતો.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ટોપ બેટિંગ ઓર્ડર ફેઈલ રહ્યો. આવી સ્થિતિમાં મિડલ ઓર્ડરના ખેલાડી ક્રિઝ ટકી રહે એવી જરૂર હતી, આ કામ રિષભ પંતના ખંભે આવ્યું હતું. પરંતુ તે દરેક વખતે ખરાબ શોટ રમીને પોતાની વિકેટ આપતો રહ્યો. તે દર વખતે ધીરજ ગુમાવીને એક જ પ્રકારની ભૂલ કરતો રહ્યો.

આ પણ વાંચો…મનુ ભાકર, ડી ગુકેશ સહિત ચારને ખેલરત્ન પુરસ્કાર

ગંભીરે આપ્યા સંકેત:
હેડ કોચ ગૌતમ ગંભીરે પણ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ખેલાડીઓને તેમની નેચરલ ગેમ રમવાથી કોઈ રોકશે નહીં, પરંતુ તેમણે ટીમની જરૂરિયાતોને સમજીને તે મુજબ રમવું પડશે. મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ રિષભ માટે કંઈક આવું જ કહ્યું હતું.

કપિલ દેવને પણ પડતા મુકાયા હતાં:
જો પંતને પ્લેઇંગ ઈલેવનની બહાર કરવામાં આવે છે, તો તે 1984ના ઈંગ્લેન્ડ પ્રવાસની યાદ અપાવશે. એ સમયે દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવને પાઠ ભણાવવા માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, કપિલ દેવ મહત્વના સમયે ખરાબ શોટ રમીને તેની વિકેટ ગુમાવી હતી.

આજે ધ્રુવ સિનિયર ખેલાડીઓએ સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button