સ્પોર્ટસ

બુમરાહે વધુ એક ઈતિહાસ રચ્યો; આ મામલે તમામ દિગ્ગજ ભારતીય બોલરોને પાછળ છોડ્યા

મુંબઈ: ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન એકંદરે નિરાશાજનક રહ્યું છે, અત્યાર સુધી રમાયેલી 4 મેચમાંથી ભારતીય ટીમ 1 જ મેચ જીતી શકી (IND vs AUS test series) છે. ક્રિકેટ ચાહકો ભારતીય ખેલાડીઓની ટીકા કરી રહ્યા છે. આ બધા વચ્ચે યશસ્વી જયસ્વાલ અને જસપ્રીત બુમરાહ(Jasprit Bumrah)નું નામ અલગ તરી આવે છે. યશસ્વીએ સિરીઝ દરમિયાન શાનદાર બેટિંગ કરી છે, તો ફાસ્ટ બોલર બુમરાહે ઘાતક બોલિંગ કરી છે. એવામાં બુમરાહે બુધવારે વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો.

અશ્વિનને પાછળ છોડ્યો:
તાજેતરમાં જાહેર થયેલી ICC ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રિત બુમરાહ ટોચના સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં બુમરાહ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો જસપ્રિત બુમરાહની બોલિંગનો સામનો કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. જસપ્રીત બુમરાહ 907 રેટિંગ પોઈન્ટ સાથે ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર છે. 907 રેટિંગ સાથે બુમરાહ હવે ઈંગ્લેન્ડના પૂર્વ સ્પિનર ડેરેક અંડરવુડ સાથે ઓલ ટાઈમ લિસ્ટમાં 17મા સ્થાને છે. રેટિંગ મામલે બુમરાહે આર અશ્વિનને પણ પાછળ છોડી દીધો છે, હજુ સુધી કોઈ ભારતીય બોલર ટેસ્ટ ક્રિકેટમાં આટલા રેટિંગ સુધી નથી પહોંચી શક્યો. તેણે આ વર્ષના ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ માટે શોર્ટલીસ્ટ કરવામાં આવ્યો છે.

Also read: બુમરાહ એક વિકેટ લેશે એટલે મેલબર્નના ભારતીયોમાં બની જશે બેસ્ટ બોલર…

ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન:
બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચમાં 30 વિકેટ લીધી છે. બુમરાહે તેની કેપ્ટનશીપ અને બોલિંગની મદદથી સિરીઝની પહેલી ટેસ્ટમાં ટીમને જીત અપાવી હતી, જોકે ત્યાર બાદ ટીમને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, એક મેચ ડ્રો રહી.

200 ટેસ્ટ વિકેટની સિદ્ધી:
ચોથી ટેસ્ટમાં બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં તેની 200 વિકેટ પૂરી કરી. બુમરાહ સૌથી ઓછી ટેસ્ટ મેચમાં 200 વિકેટ સુધી પહોંચનાર ભારતીય ફાસ્ટ બોલરો બન્યો છે. તેણે 44મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા કપિલ દેવે 50 ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. બુમરાહે પોતાની બોલિંગ દરમિયાન 8484 બોલમાં 200 વિકેટ ઝડપી હતી. બુમરાહે પાકિસ્તાનના વકાર યુનિસ, દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન અને કાગિસો રબાડા જેવા મોટા નામોને પણ પાછળ છોડી દીધા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button