ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં BJP MLA પર ફાયરીંગ, આબાદ બચાવ
લખીમપુર ખીરી: ગત મોડી રાત્રે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં બે શખ્સો ભાજપના વિધાનસભ્ય પર ગોળીઓ (Firing on BJP MLA Lakhimpur Khiri) ચલાવી હતી, આ ઘટનામાં ભાજપના વિધાનસભ્યનો આબાદ બચાવ થયો છે. ભાજપના કાસ્તા વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય સૌરભ સિંહ ઉર્ફે સોનુ (Saurabh Singh) નવા વર્ષની પહેલી રાત્રે પત્ની સાથે ડિનર કર્યા બાદ તેમના ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બે લોકોએ તેના પર ફાયરિંગ કર્યું હતું.
આરોપીઓ દારૂ પી રહ્યા હતાં:
અહેવાલ મુજબ સૌરભ સિંહ ઘરની નજીક પહોંચ્યા ત્યારે બે શખ્સો રોડની બાજુમાં દારૂ પી રહ્યા હતા. સૌરભ સિંહે તેમને અટકાવ્યા તો તેમણે ગાળો આપવાની ચાલુ કરી અને બે ગોળી ચલાવી. ગોળીઓ ચલાવીને બંન્ને યુવકો ત્યાંથી ભાગી ગયા.
આબાદ બચાવ:
સદભાગ્યે ગોળીઓ સુરભ સિંહની નજીકથી પસાર થઈ ગઈ. યુવકોએ ફાયરિંગ કરતાની સાથે જ તેઓ તેની પત્ની સાથે ઘર તરફ દોડી ગયા. આ પછી તેમણે પોલીસને ઘટનાની જાણ કરી. ફાયરિંગની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મામલે સુરભ સિંહે ફરિયાદ નોંધાવી છે. આ હુમલાના કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
Also read: ચૂંટણી પ્રચાર વચ્ચે આસામના મુખ્ય પ્રધાન આ શું કરી રહ્યા છે?….. વીડિયો થયો વાયરલ
ભાજપ વિધાનસભ્ય સૌરભ સિંહે જણાવ્યું કે, રાત્રે જમ્યા બાદ હું મારી પત્ની સાથે ચાલવા નીકળ્યો, તે સમયે બે છોકરાઓ ઘરથી 50 મીટર દૂર ઉભા હતા. તેમણે અમારી તરફ જોયું અને ખરાબ શબ્દો બોલ્યા. આ પછી બંને છોકરાઓએ ગોળીબાર કર્યો હતો. બોડીગાર્ડ ઘરની બહાર હતો. તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં બંને આરોપીઓ નાસી ગયા હતા. તેમણે કહ્યું કે અંધારાને કારણે હું હુમલાખોરોના ચહેરા જોઈ ન શક્યો. આવી ઘટનાઓને રોકવાની જરૂર છે અન્યથા કોઈ મોટો ગુનો થઇ શકે છે.