ફળો-શાકભાજીના ભાવ વધ્યા: ફરાળી લોટ, સૂકામેવા પણ મોંઘા
શિંગોડાનો લોટ ૧૭૦ રૂપિયા પ્રતિ કિલો, ભાવ હજી વધવાની શકયતા
વિરાર: શારદીય નવરાત્રિ નજીક આવે તે પહેલા જ પિતૃપક્ષ દરમિયાન શાકભાજી, ફળો અને ડ્રાયફ્રુટ્સના ભાવ વધવા લાગ્યા છે. છેલ્લા એક સપ્તાહથી ભાવમાં ૧૦થી ૨૦ ટકાનો વધારો થયો છે. જેની અસર ભગવાનના પ્રસાદ પર પણ પડી રહી છે. નવરાત્રિ આવે ત્યાં સુધી ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. સૌથી વધુ વધારો સફરજન, કેળા, દાડમ, બદામ, મખાના, કિસમિસ અને ખજૂરના ભાવમાં જોવા મળી રહ્યો છે. એક સપ્તાહમાં ફળો અને ડ્રાયફ્રૂટ્સના ભાવમાં લગભગ ૨૦ ટકાનો વધારો થયો છે. વેપારીઓના મતે નવરાત્રિ દરમિયાન ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે.
નવરાત્રિના ફૂટ પ્લેટ પર મોંઘવારીની અસર સ્પષ્ટપણે જોવા મળશે. ૧૫મી ઑક્ટોબરથી શારદીય નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. જે ૨૫મી ઑક્ટોબર સુધી ચાલશે. આવી સ્થિતિમાં લોકોએ નવરાત્રિને લગતી વસ્તુઓની ખરીદી પણ શરૂ કરી દીધી છે. બજારમાં ભારે ગતિવિધિ જોવા મળી રહી છે. તહેવાર નજીક આવતા જ ડ્રાયફ્રુટ્સના ભાવમાં વધારો થયો છે. માત્ર ફળો જ નહીં શાકભાજીના ભાવ પણ આસમાને છે.
એક અઠવાડિયા પહેલા અને હાલના ભાવમાં થયેલો વધારો
ફળ પહેલાના ભાવ અત્યારનો ભાવ
રૂ.(પ્રતિ કિલો) રૂ. (પ્રતિ કિલો)
સફરજન ૧૨૦થી ૧૪૦ ૧૫૦થી ૨૦૦
દાડમ ૧૦૦થી ૧૩૦ ૧૪૦થી ૧૬૦
મોંસબી ૪૦થી ૫૦ ૬૦થી ૮૦
કેળાં ૫૦ ડઝન ૬૦થી ૮૦ ડઝન
બદામ, ચિરોંજી, કાજુ, મખાના, ખજૂર વગેરેના ભાવમાં વધારો થયો છે. કેળા અને સફરજન નવરાત્રિ દરમિયાન માતાજીને અર્પણ કરવા અને ઉપવાસ દરમિયાન ખાવા માટે સૌથી વધુ વેચાય છે. પૂજા, ઉપવાસને કારણે ફળો મોંઘા થઈ રહ્યા છે.
શહેરમાં દાડમ, કેળા, સફરજન, મોંસબી અને પપૈયાની દુકાનો શણગારવા લાગી છે.
તહેવાર નજીક આવતા જ ગોળ અને ખાંડના ભાવમાં પણ વધારો થવા લાગ્યો છે. ગોળનો ભાવ ૪૦થી ૪૫ રૂપિયા પ્રતિ કિલો, જ્યારે ખાંડનો ભાવ ૪૦થી ૪૨ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. મગફળીના દાણાના ભાવમાં પ્રતિ કિલો રૂ.૧૦નો વધારો થયો છે. અનાજ હવે ૧૨૦થી ૧૪૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. નવરાત્રિ દરમિયાન ફળોની ઘણી માંગ છે, સાબુદાણા પણ ૫-૧૦ રૂપિયા પ્રતિ કિલો મોંઘા થયા છે. કુટ્ટાના લોટની ૧૫૦ રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાઈ રહ્યો છે. સિંગોડાના લોટની કિંમત ૧૭૦ રૂપિયા પ્રતિ કિલો છે. ઉપવાસ દરમિયાન નાસ્તા તરીકે ઉપયોગમાં લેવાતા સોમો ચોખાના ભાવમાં પણ વધારો થયો છે.