ટોપ ન્યૂઝનેશનલ

કેવી રીતે ભણીશું? સ્કૂલે જતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો, આંકડા જાણીને દંગ રહી જશો…

નવી દિલ્હીઃ શિક્ષણ મંત્રાલય દ્વારા યૂડીઆઈએસઆઈ ડેટા મુજબ 2023-24માં ભારતીય વિદ્યાર્થીઓના એડમિશનમાં ગત વર્ષની તુલનામાં 37 લાખ ઘટાડો થયો છે.

શિક્ષણ મંત્રાલય દેશભરમાં સ્કૂલના શિક્ષણના આંકડાને એકત્ર કરવાનું કામ કરે છે. વર્ષ 2022-23માં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 25.17 કરોડ હતી. જ્યારે 2023-24માં આ સંખ્યા 24.80 કરોડ હતી. સમીક્ષા કરવામાં આવેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 16 લાખનો ઘટાડો થયો હતો, જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા 21 લાખ ઘટી હતી. એડમિશન લેનારા લઘુમતિઓનું પ્રતિનિધિત્વ 20 ટકા હતું. જેમાં 79.6 ટકા મુસ્લિમો, 10 ટકા ઈસાઈ, 6.9 ટકા શીખ, 2.2 ટકા બૌદ્ધ, 1.3 ટકા જૈન અને 0.1 ટકા પારસી હતા.

આ પણ વાંચો : HAPPY 2025: BMC અને 2 રાજ્યની ચૂંટણીઓ યોજવાની સાથે ટેક્સ સિસ્ટમમાં થશે ફેરફાર

રાષ્ટ્રીય સ્તર પર યુડીઆઈએસઆઈ પ્લસમાં રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ પૈકી 26.9 ટકા સામાન્ય શ્રેણીમાંથી, 18 ટકા અનુસૂચિત જાતિથી, 9.9 ટકા અનુસૂચિક જનજાતિથી અને 45.2 ટકા અન્ય પછાત વર્ગમાંથી હતા. યુડીઆઈએસઆઈ પ્લસે વિશિષ્ટતા સ્થાપિત કરવા માટે 2023-24થી સ્વૈચ્છિક ધોરણે સ્ટુડન્ટના આધાર નંબર સાથે તેમના ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા. 2023-24 સુધી કુળ મળીને 19.7 કરોડથી વધુ વિદ્યાર્થીએ આધાર નંબર આપ્યા હતા.

શું બોલ્યા ઓફિસર

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, ડેટામાં ગત વર્ષની તુલનામાં કેટલોક વાસ્તવિક બદલાવ થયો છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, વ્યક્તિગત વિદ્યાર્થી વાર ડેટા એક યથાર્થવાદી અને વધારે સચોટ તસવીર દર્શાવે છે. જેનો પ્રયાસ રાષ્ટ્રીય સ્તર પર પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે, જે 2021-22 સુધી એકત્ર કરવામાં આવેલો સ્કૂલ-વાર ડેટા છે.

2030 સુધીમાં ડ્રૉપ આઉટ દર ઘટાડવાનું લક્ષ્ય

આ ડેટા વિવિધ શૈક્ષણિક સૂચકાંકો જેવા કે જીઈઆર, એનઈઆર, ‘ડ્રોપઆઉટ “દર વગેરે પરના અગાઉના અહેવાલો સાથે સખત રીતે તુલનાત્મક નથી. કુલ નોંધણી ગુણોત્તર (જીઈઆર) શિક્ષણના ચોક્કસ સ્તરમાં નોંધણીની સરખામણી તે સ્તરના શિક્ષણ માટે સૌથી યોગ્ય વય જૂથની વસ્તી સાથે કરે છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) 2020 અને સતત વિકાસ લક્ષ્યાંકો (એસડીજી) ના પ્રાથમિક લક્ષ્યાંકોમાંથી એક 2030 સુધીમાં તમામ સ્તરે શિક્ષણની સાર્વત્રિક પહોંચ સુનિશ્ચિત કરવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button